કરાચીમાં આઝાદી દિન ઉત્સવ માતમમાં ફેરવાયો… હવામાં ગોળીબારથી ત્રણના મોત

Spread the love

 

 

પાકિસ્તાનમાં આઝાદી પર્વે હવામાં બેફામ ગોળીબાર કરતા આનંદના બદલે શોક ફેલાઈ ગયો હતો. કરાચીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે હવામાં ફાયરીંગ કરાતા એક વૃધ્ધ આઠ વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મોત નિપજયા હતા. જયારે 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. શહેરના વિવિધ ભાગોમાં ઉત્સાહના અતિરેકમાં હવામાં ફાયરીંગથી અનેક લોકોના મોત થયા છે. પોલીસે લોકોને સુરક્ષિત રીતે ઉત્સવ ઉજવવાની અપીલ કરી છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ જેવા રાત્રે 12 વાગ્યા કે કરાચીમાં આતશબાજી શરૂ થઈ ગઈ હતી. હવામાં જોરદાર ગોળીબાર થયા હતા. જેણે અનેક લોકોની જિંદગી છિનવી લીધી હતી. પોલીસે લોકોને સુરક્ષિત રીતે ઉત્સવ ઉજવવાની અપીલ કરવી પડી હતી. કરાંચીમાં બાળકીને ગોળી લાગતા હોસ્પિટલે લઈ જતી વખતે જ મોત થયું હતું. કોરંગીમાં સ્ટીફન નામના એક શખ્સને ગોળી વાગતા મોત થયું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *