સ્વતંત્રતા દિને આર્મી રોકેટ ફોર્સ કમાન્ડ રચવાની જાહેરાત

Spread the love

 

આજે પાકિસ્તાને તેના સ્વતંત્રતા દિને આર્મી રોકેટ ફોર્સ કમાન્ડ રચવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ચોકકસપણે તે ભારત માટે જ બનાવાઈ રહી છે. હાલમાં જ ઓપરેશન સિંદુરમાં ભારતના બ્રહ્મોસ સહિતના મિસાઈલનો પ્રહારથી ભારે તબાહીનો સામનો કર્યા બાદ હવે આજે પાક વડાપ્રધાન શાહબાઝ શરીફે આ બણગો ફુંકયો હતો. જેમાં પાક સેના હવે અલગથી આર્મી રોકેટ ફોર્સ કમાન્ડ તૈયાર કરશે. જે આર્મી સ્ટેટેજીક ફોર્સ કમાન્ડથી પણ અલગ હશે. આ નવું યુનિટ એ પાક સૈન્યના પ્રિસીસન ગાઈડેડ રોકેટ સીસ્ટમ જે તેના ફતાહ સહિતના ગાઈડેડ મલ્ટીપલ લોન્ચ રોકેટ સીસ્ટમ છે તેનું સંચાલન કરશે. શાહબાઝે કહ્યું કે આ નવી કમાન્ડો ફોર્સ એ આધુનિક ટેકનોલોજીથી સભર હશે.
પાક સૈન્યના એક અધિકારીએ દાવો કર્યો કે ભારતને લક્ષ્યમાં રાખીને જ આ નવા કમાન્ડો ફોર્સની રચના કરાઈ છે. સૈન્યમાં તેનો ખુદનો કમાન્ડ હશે અને તે મિસાઈલ તૈનાતી તથા ઉપયોગ અંગે નિર્ણય લેશે અને તે પાક સૈન્યને નવી લડાયક પ્રહાર ક્ષમતા આપશે. તેઓએ ભારત પર ચાર દિવસના યુદ્ધમાં વિજયનો દાવો કર્યો હતો અને કહ્યું કે તેનાથી દેશની સ્વતંત્રતાને નવી તાકાત મળી છે અને દેશના લોકોમાં એક નવો જૂસ્સો પણ પેદા કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *