
અમેરિકાની ધરતી પર ભારત પર પરમાણું હુમલાની પાક.સૈન્ય પ્રમુખ મુનીરે આપેલી ધમકી પર અમેરીકાએ પ્રતિક્રીયા આપી કહયું હતું કે અમને આ રીપોર્ટની જાણકારી છે.
ઉલ્લેખનીય છે કે, પાક.સૈન્ય વડા અસીમ મુનેરે અમેરીકાના પ્રવાસ દરમ્યાન ભારતને પરમાણુ હુમલાની ધમકી આપતા કહયું હતું કે જો અમારા અસ્તિત્વ પર સંકટ આવશે તો અમે અમારી સાથે અડધી દુનીયાને પણ ડુબાડી દઇશું. મુનીરની આ ટિપ્પણી પર અમેરીકી વિદેશ વિભાગે કહયું હતુ કે અમને આ રીપોર્ટની જાણકારી છે અને અમે તેમને પાકીસ્તાની સેના પ્રમુખ મુનીરની કથીત ટીપ્પણીના સબંધમાં પાકીસ્તાન સરકાર સાથે વાત કરવાનું કહીશું.