અમેરિકાના વર્જીનિયામાં ગોળીબાર : ત્રણના મોત

Spread the love

 

અમેરીકાના વર્જીનીયા પ્રાંતના સ્પોટસિલ્વેનીયા કાઉન્ટીમાં ગઈકાલે સાંજે ગોળીબારની એક ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. આ શુટઆઉટ સ્થાનિક અધિકારીઓ પર જ થયો છે અને તેથી તંત્ર સ્તબ્ધ થઈ ગયું છે. ટસિલ્વેનીયાના શેરીફ ઓફીસના પ્રવકતા મેજર એલીઝા બેથ સ્પોટના જણાવ્યા મુજબ પાર્ટનગર વોશિંગ્ટન ડીસીથી 105 કિ.મી. દૂર દક્ષિણ સ્પોટસિલ્વેનીયા પ્રાંતમાં સાંજે 5-30 વાગ્યે આ ઘટના બની હતી.
જેમાં અચાનક જ કોઈએ ગોળીબાર શરૂ કરી દેતા ત્યા અંધાધુંધી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને ત્યાં સ્થાનિક સ્તરે સરકારી ફરજ પર રહેલા કાનૂની અધિકારીઓને નિશાન બનાવાયા હોય તેવું માનવામાં આવે છે. વીડિયો ફૂટેજમાં આ શુટઆઉટ બાદ ધસી ગયેલી પોલીસ અને ઈમર્જન્સી રીસ્પોન્સ વ્હીકલને હાથતાળી આપીને હુમલાખોર નાસી છુટવામાં સફળ રહ્યો હતો. જેમાં આ હુમલાના હેતુ અંગે પણ હજુ કોઈ માહિતી મળી નથી. પરંતુ જે રીતે ગોળીબાર થયો છે અને સરકારી ફરજ પર રહેલા અધિકારીઓ જે કાનૂન અને વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર હોવાનું મનાય છે તેમને જ નિશાન બનાવાયા છે.
પોલીસે લોકોને ખુલ્લા વિસ્તારોમાંથી દૂર રહેવા હાલ સલાહ આપી છે તથા હુમલાખોરનું વર્ણન મેળવીને તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં સેલ્સ લોકડાઉન જેવી સ્થિતિ બની ગઈ છે. શુટરે એકથી વધુ સ્થળે ગોળીબાર કર્યો હોવાનું માનવામાં આવે છે. અને બાદમાં તે કોઈ એક ઘરમાં છુપાઈ ગયો હોય તેવી શકયતા છે. જેથી પોલીસે લોકોને સાવધ રહેવા અપીલ કરી છે. વોશિંગ્ટનથી નજીકના જ આ વિસ્તારમાં થયેલા આ શુટઆઉટે અમેરીકામાં કાયદો અને વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. હાલમાં જ પ્રમુખ ટ્રમ્પે વોશિંગ્ટનના પાટનગર વિસ્તારમાં જે રીતે સતત કાનૂન વ્યવસ્થાની સ્થિતિ બગડતી રહી છે તે પછી પોલીસ વિભાગને પોતાના હસ્તક લઈ લીધો છે અને ફેડરલ ગાર્ડની પણ તૈનાતી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *