

દેશભરમાં સ્વતંત્રતા દિવસની જોરશોરથી ઉજવણીની તૈયારી છે. આવતીકાલે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વ મનાવવામાં આવશે. આ ખાસ દિવસે વિવિધ ક્ષેત્રના લોકોને રાષ્ટ્રપતિ દ્વારા તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ મેડલથી સન્માનિત કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલની જાહેરાત થઈ ગઈ છે. દરમિયાન ગુજરાતના 23 પોલીસ જવાનોની આ વિશિષ્ટ મેડલ માટે પસંદગી કરવામાં આવી.
રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલઃ ભારતના રાષ્ટ્રીય તહેવાર 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશે. આ ખાસ મેડલ માટે ગુજરાતના 23 પોલીસ જવાનોની પસંદગી થઈ છે. 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ અપાશે.
જ્યારે 21 અધિકારીઓને ! પ્રશંત્તનીય સેવા માટે મેડલ આપવામાં આવશે. આ ઉપરાંત ઈંઙજ પિયુષ પટેલને વિશિષ્ટ સેવા માટે અને ઉુજઙ મુકેશ સોલંકીને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે. ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે દેશના 942 જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરાયા. તેમાંથી વીરતા પદક પુરસ્કારથી 95 જવાનોને સન્માનિત કરાયા હતા જ્યારે 101 જવાનોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને 746 જવાનોને સરાહનીય સેવા માટે ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રશંસનીય સેવા મેડલ મેળવનાર પોલીસ અધિકારી કર્મચારીનું લીસ્ટ
શરદ જીતેન્દ્રપ્રસાદ સિંઘલ (આઇજી)
ખુમાનસિંહ ડામોર (આઇજી)
રાકેશ પ્રવિણકુમાર બારોટ (ડેપ્યુટી આઇજી)
બાબુભાઇ લીલાભાઇ દેસાઇ (ડીવાયએસપી)
મહાવિરસિંહ હિતેન્દ્રસિંહ વાઘેલા (ડીવાયએસપી)
ભુપેન્દ્ર મનહરલાલ દવે (ડીવાયએસપી)
કમલેશ અરૂણ પાટીલ (એએસઆઇ)
મિલિંદ બાલકૃષ્ણ સુર્ય (ઇન્સપેકટર)
અનિલકુમાર વી.ગામીત (એએસઆઇ)
પરેશકુમાર ડી.પટેલ (એએસઆઇ)
લલિતકુમાર પી.જોષી (ઇન્સપેકટર (ટેક)
રાકેશસિંહ આર.ભાદોરીયા (હેડ કોન્સ.)
સહદેવભાઇ વી.દેસાઇ (એએસઆઇ)
રાજેન્દ્રસિંહ એમ.સોલંકી (એએસઆઇ)
વિનોદ એન.વાદલે (એએસઆઇ)
વિક્રમસિંહ એન.જાડેજા (હેડ કોન્સ.)
વિષ્ણુસિંહ કે.રાઠોડ (સબ ઇન્સ.)
પંકજસિંહ કે.રાણા (સબ ઇન્સ.)
વિરેન્દ્રસિંહ પી.ચાવડા (એએસઆઇ)
રાકેશ એચ.ત્રિપાઠી (કોન્સટેબલ)
બકુલ એચ.પરમાર (એએસઆઇ)