
જન્માષ્ટમી તહેવારોની રજાઓમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસી પ્રવાસીઓ દેશ-વિદેશના પર્યટન સ્થળોએ જવા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈ મુસાફરીની પસંદગી ઉતારતા એરપોર્ટ મુસાફરોના કોલાહલથી ધમધમી ઉઠયું છે. સપ્તાહમાં ચાર દિવસ ઉડતી ગોવાની ફલાઈટમાં આજે ફુલ ઉડી હતી એરફોરમાં વધારો થવા છતાં પ્રવાસીઓ ટિકિટ બુક કરાવતા તમામ ફલાઈટોના આગમન-પ્રસ્થાનમાં વધારો નોંધાયો છે.
જન્માષ્મી તહેવારોની રજાઓમાં ગોવાનું એરફેર રૂ.15 થી 16 હજારે પહોચવા છતાં આજની રાજકોટ-ગોવા ફલાઈટ ફુલ ઉડી હતી ગોવા ઉપરાંત મુંબઈ 10 થી 11 હજાર, દિલ્હી 12 થી 13 હજારે એરફેર પહોચ્યું છે. તહેવારોની રજાઓમાં દિલ્હી, મુંબઈ, ગોવા, બેગ્લોર, પુના, હૈદરાબાદની ફલાઈટમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સૌરાષ્ટ્રના દ્વારકા, સોમનાથ, જૂનાગઢ, સાસણ ગીરનાં પ્રવાસન સ્થળોએ આવી રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં પ્રવાસીઓે દેશ-વિદેશની ટુરમાં પ્રસ્થાન કરી રહ્યા છે. સપ્તાહમાં સોમ,મંગળ, ગુરૂ, શનિવારે ઉડતી ગોવાની ફલાઈટ ટિકિટ મળવી મુશ્કેલ બની છે. જન્માષ્ટમી તહેવારોની રજામાં રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં મુંબઈ, દિલ્હી, ગોવા, પુના, હૈદરાબાદ બેંગ્લોરની ફલાઈટમાં મુસાફરોનાં ટ્રાફિકમાં વધારો જોવા મળી રહ્યો છે.