નોર્વે ઉત્તર ધ્રુવની ખૂબ જ નજીક આવેલો છે, જેના કારણે અહીં હવામાન અત્યંત ઠંડું રહે છે. અહીં મે થી જુલાઈ સુધી, એટલે કે લગભગ અઢી મહિના સુધી રાત માત્ર 40 મિનિટની હોય છે. અહીં સૂરજ રાત્રે લગભગ 12:40 વાગ્યે આથમે છે અને માત્ર 40 મિનિટ પછી, 1:30 વાગ્યે ફરી ઉગી જાય છે. આ અદ્ભુત ઘટનાને કારણે લોકો આ સમયગાળા દરમિયાન મધ્યરાત્રિએ પણ બહાર ફરવા જાય છે.
મધ્યરાત્રિના સૂર્યનો ઉત્સવ
નોર્વેના લોકો આ અનોખી ઘટનાનો ઉત્સવ મનાવે છે, જેને મિડનાઈટ સન ફેસ્ટિવલ તરીકે ઓળખાય છે. આ સમયગાળા દરમિયાન લોકો મધ્યરાત્રિએ દરિયા કિનારે ફરવા, ટ્રેકિંગ કરવા, બોટિંગ કરવા, અને માછીમારી કરવા જેવી પ્રવૃત્તિઓનો આનંદ માણે છે. આ અનુભવને માણવા માટે દુનિયાભરમાંથી લોકો ખાસ કરીને ઉનાળામાં નોર્વેની મુલાકાત લે છે.
જો વાતચીત નિષ્ફળ ગઈ તો ગંભીર પરિણામો, પુતિન સાથે મુલાકાત પહેલા ટ્ર્મ્પની ધમકી
નોર્ધન લાઈટ્સ: એક જાદુઈ દ્રશ્ય
આ ઉપરાંત, નોર્વેના ટ્રોમ્સો શહેરમાં નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન નોર્ધન લાઈટ્સ (ઉત્તરીય લાઇટ્સ) જોવા મળે છે. આ જાદુઈ રોશનીને ઓરોરા બોરેલિસ પણ કહેવામાં આવે છે. શિયાળામાં નોર્વેમાં રાતો ખૂબ લાંબી હોય છે, જેના કારણે આ પ્રકાશનો અદ્ભુત નજારો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ કુદરતી દ્રશ્યને નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જો તમે કુદરતના આ અનોખા કરિશ્માને અનુભવવા માંગતા હો, તો ઉનાળામાં નોર્વેની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો.