અમદાવાદ
કોંગ્રેસ પાર્ટીએ તેના સંગઠનને મજબૂત કરવા માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે,એઆઈસીસીએ જેના ભાગરૂપે ચાર રાજ્યો માટે ૧૦૫ નિરીક્ષકોની નિમણૂક કરી છે. આ નિરીક્ષકોનું મુખ્ય કામ જિલ્લા સ્તરે કોંગ્રેસના પ્રમુખોની પસંદગી કરવાનું છે.આ નિર્ણયમાં ગુજરાત કોંગ્રેસના ૧૦થી વધુ નેતાઓને રાજ્યના પ્રભારી તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓમાં ઉત્તરાખંડમાં શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, શૈલેષ પરમાર ,હિંમતસિંહ પટેલ,પંજાબ માં ભરતસિંહ સોલંકી,લાલજીભાઈ દેસાઈ, અમૃતજી ઠાકોર, ઝારખંડમાં અમીબેન યાજ્ઞિક, અનંતભાઈ પટેલ,ઈમરાન ખેડાવાલા,ઓડિસામાં બિમલભાઈ શાહ અને પલક વર્માને પ્રભારી ની જવાબદારી સોંપવામા આવી છે . આ તમામ નેતાઓ હવે પંજાબ, ઉત્તરાખંડ,ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં જઈને પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે. પંજાબના કુલ २८ નિરીક્ષકોમાંથી ગુજરાતના બે નેતાઓ, ભરતસિંહ સોલંકી અને લાલજી દેસાઈનો સમાવેશ કરાયો હતો. ઉત્તરાખંડના ૨૬ નિરીક્ષકોની યાદીમાં ગુજરાતના પાંચ નેતાઓ જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ અને અમૃત ઠાકોરને સ્થાન મળ્યું હતું. ઝારખંડના પચીસ નિરીક્ષકોમાંથી ગુજરાતના ત્રણ નેતાઓ, ડો. અમી યાજ્ઞિક, અનંત પટેલ અને ઈમરાન ખેડાવાલાની પસંદગી થઈ હતી. જ્યારે ઓડિશાના ૩૫ નિરીક્ષકોની યાદીમાં ગુજરાતના એક માત્ર નેતા બિમલ શાહને જવાબદારી સોંપવામાં આવી હતી.








