મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા

Spread the love

વેજલપુર ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઇ શાહ સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત

અમદાવાદ 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી, પ્રભુ મૂર્તિની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.તેમણે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની ધાતુમૂર્તિનો પંચામૃત અભિષેક કર્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ ભાવિક ભક્તો સાથે મંદિર મંડપમમાં બેસીને ધૂન કીર્તન તેમજ શ્રીજી દર્શનનો લાભ લીધો હતો.અમદાવાદમા ઇસ્કોન મંદિર દ્વારા પ્રતિ વર્ષ કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.મુખ્યમંત્રી શ્રી આ વર્ષે કૃષ્ણજન્મોત્સવના હર્ષોલ્લાસમાં સહભાગી થયા હતા.મુખ્યમંત્રીશ્રીએ સૌના કલ્યાણ સાથે રાજ્ય અને દેશની પ્રગતિમાં પ્રભુ કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના શ્રી રાધાકૃષ્ણ ભગવાનના શ્રી ચરણોમાં કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઇ શાહ સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *