સમગ્ર દેશભરમાં હર્ષોલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીની સાથે સાથે શ્રાવણિયા જુગારનું પણ મહત્વ છે. ત્યારે બોટાદના ગઢડાના સ્વામીનારાયણ મંદિરના ઉતારા રૂમમાં જ જુગાર રમતા પકડાયા છે. જેમાં એક સ્વામી પણ પકડાયો છે.
મંદિરના ઉતારા રૂમમાં રમાડાતો
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઢડા પોલીસે જુના સ્વામીનારાયણ મંદિરના રૂમમાંથી જુગાર રમતા 8 લોકોને ઝડપી પાડવામાં આવ્યા.
પોલીસે રોકડા રૂ. ૧.૧૦.૮૫૦ તેમજ ૮ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. જુના સ્વા મંદિરના ઉતારા વિભાગના પાંચમા માળે રૂમ નંબર ૫૦૯ માં જુગાર ચાલતો હતો. પોલીસે બાતમીના આધારે રૂમમાં રેડ કરતા ૮ શખ્સો પૈસાની હાર જીતનો જુગાર રમતા હતા.
છત્રભુજદાસજી સ્વામી જુગાર રમાડતાં
જુના સ્વા મંદિરના રૂમ નં ૫૦૯ મા રહેતા હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરીકૃષણ ગુરુ છત્રભુજદાસજી સ્વામી જુગાર રમાડતાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. ત્યારે પોલીસે હરીકૃષણ ગભરુભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરીકૃષણ ગુરુ છત્રભુજદાસજી સ્વામી, જીગ્નેશ કાવઠીયા, રાજેશ સાવલીયા, લાલજી વાઘેલા, પરેશ જોગાણી, કેવલ કાવઠીયા, પંકજ કાવઠીયા, પુર્વેશ જોગાણીની અટકાયત કરી. પોલીસે તમામ શખ્સો વિરૂધ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
ગઢડા જૂના સ્વામિનારાયણ (ગોપીનાથજી) મંદિરના ચેરમેન હરીજીવનદાસજી સ્વામીએ ઘટનાને વખોડી.. ગઢડા જુના સ્વા મંદિરના રૂમમાંથી ઝડપાયેલ જુગાર ધામ મામલે મંદિરના ચેરમેન હરીજીવનદાસજી સ્વામીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તહેવારના દિવસો અને ટ્રાફિક હતો, જેથી હરિભક્તો વ્યવસ્થામાં હતા, જેથી ભગતે તેનો લાભ લીધો હતો. પાર્ષદ હરીકૃષણ ભગતે પોતાના આવાસમાં બારણું બંધ કરીને જુગાર રમતા હતા જે પોલીસ રેડમાં બહાર આવ્યું. પોલીસ કડક કાર્યવાહી કરે. તેમજ મંદિર પણ આ ભગત સામે સંસ્થાકીય પગલા લેશે. અમારે આવા વ્યક્તિઓ સાથે કોઈ લેવાદેવા નથી અને આવા લોકો સામે કડક પગલા લેવાવા જ જોઈએ. આ પાર્ષદ ભગત અમારા ગ્રુપ કે પક્ષનો માણસ નથી, તેઓ જુના આચાર્ય પક્ષનો માણસ છે. આ ભગત એસપી સ્વામીના રૂમે જમે છે, તે આવા લોકોને પ્રોત્સાહન આપે છે, જે સંપ્રદાય અને સંસ્થા માટે દુઃખદ કહેવાય.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. ત્યારે દ્વારકા, ડાકોર, શામળાજી અને મથુરામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગુજરાતમાં ભગવાન કૃષ્ણના જન્મને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે મંદિરમાં જય કનૈયાલલ કીના નાદ ગુંજી ઉઠ્યા છે. ભગવાનનો જન્મ થતાં જ મંદિરમાં ભગવાનની આરતી કરવામાં આવી હતી.