મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં, જ્યારે એક વ્યક્તિએ તેની પત્ની સાથે ઝઘડો કર્યો, ત્યારે તેણે તેના ચાર બાળકોને કુવામાં ફેંકી દીધા. ત્યારબાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી. આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ. હાલમાં, માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કુવામાંથી તમામ મૃતદેહો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.
મળતી માહિતી મુજબ, અહિલ્યાનગર જિલ્લાના શ્રીગોંડા તહસીલના ચીખલી કોરેગાંવના અરુણ કાલેનો શનિવારે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. ઝઘડા પછી, અરુણ તેની બાઇક પર આશ્રમશાળામાં અભ્યાસ કરતા તેના ચાર બાળકોને લઈને શિરડીથી 10 કિમી દૂર કોરહાલે ગામમાં આવેલા ખેતરમાં આવેલા કૂવા પાસે ગયો હતો. બાદમાં ચારેય બાળકોને કુવામાં ફેંકી પોતે પણ કૂદી પડ્યો હતો, આ ઘટનામાં પાંચેયના મોત થતા અરેરાટી મચી ગઈ છે