273 યાત્રીકો સાથેનુ વિમાનમાં અચાનક આગ લાગે તો?… કલ્પનાની વાત નથી ખરેખર આ વાસ્તવિક ઘટના

Spread the love

 

273 યાત્રીકો સાથેનુ વિમાન હજારો ફુટ ઉંચે હવામાં ઉડતું હોય અને અચાનક આગ લાગે તો શું સ્થિતિ થઈ શકે છે! આ કલ્પનાની વાત નથી વાસ્તવિક ઘટના છે. શનિવારે રાત્રીના ગ્રીસના કોર્ફુથી રવાના થયા બાદ થોડી જ મીનીટોમાં જર્મનીની કંડોર એરલાઈનના વિમાનમાં અચાનક જ આગ ઝબુકવા લાગી હતી.
વિમાનમાં તે સમયે 273 યાત્રીકો અને 8 ક્રુ મેમ્બર હતા. વિમાન આગના લબકારા સાથે એક કલાક ઉડતું રહ્યું હતું. બાદમાં ઈટલીના બ્રીડીસ એરપોર્ટ પર તેને લેન્ડીંગ માટે મંજુરી મળી હતી. વિમાનના જે એન્જીનમાં આગ લાગી હતી તેને તાત્કાલિક બંધ કરી દેવાયુ હતુ.
એક જ એન્જીનથી વિમાને ઉડાન ચાલુ રાખી હતી. આ ઘટના અંગે 18 સેક્ધડનો એક વિડીયો વાયરલ થયો છે. વિમાનના જમણા ભાગમાં આગની નાની જવાળાઓ નીકળતી નજરે ચડતી હતી. પક્ષીઓના ઝુંડ વચ્ચેથી વિમાન પસાર થયું. વિમાનમાં આગ લાગવાનું કારણ બર્ડ સ્ટ્રાઈક એટલે કે તેની સાથે પક્ષી અથડાયું અને તેથી એન્જીનમાં જ આગ લાગી હતી.
ફલાઈટ ટ્રેકીંગ વેબસાઈટના જણાવ્યા મુજબ વિમાને રાત્રીના 8.13 મીનીટે કોફુ એરપોર્ટથી ઉડાન ભરી હતી. 43 મીનીટ સુધી તે આગના લબકારા વચ્ચે ઉડતું રહ્યું હતું પણ પાઈલોટે એક એન્જીનની મદદથી વિમાનને સલામત રીતે ઉડાડીને સફળતાપુર્વક લેન્ડીંગ કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *