બારાબંકી, તા. 20 ઓગસ્ટ, 2025: ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બે મિત્રોએ પોતાની પત્નીઓની અદલાબદલી કરી લીધી હતી. જ્યારે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ અને ગંભીરતાને જોતા બંને પક્ષોને શાંતિ ભંગના ભંગના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
માહિતી મુજબ, લોની કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મણપુર ગામના રહેવાસી અનૂપ યાદવ અને પપ્પુ કોરી અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
બંને પોતપોતાની પત્નીઓ સાથે ભાડાના રૂમમાં રહેતા હતા. થોડા દિવસ પહેલા અનૂપે અમદાવાદમાં પોતાની પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી અને પપ્પુ કોરી પર તેને ભગાડી જવાનો આરોપ લગાવ્યો હતો.
મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
જ્યારે અનૂપની પત્ની બારાબંકી પહોંચી, ત્યારે તેણે લોની કટરા પોલીસ સ્ટેશનમાં ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે તેના લગ્નને બે વર્ષ થયા છે. લગ્ન બાદ પતિ અનૂપ તેને માર મારતો હતો અને તેને તેના પિયર છોડી ગયો હતો. થોડા દિવસો બાદ જ્યારે તે પાછી આવી ત્યારે અનૂપ તેના પર તેના મિત્ર પપ્પુ સાથે રહેવા માટે દબાણ કરવા લાગ્યો. વિરોધ કરતાં તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી અને કહ્યું કે હવેથી તેણે તેના મિત્રની પત્ની તરીકે રહેવું પડશે અને તેના ઘરમાં તેના માટે કોઈ જગ્યા નથી.
પત્નીઓની અદલાબદલી
બીજી તરફ, પપ્પુ કોરીએ પોલીસને જણાવ્યું કે અનૂપ તેની સાથે અમદાવાદમાં નોકરી કરતો હતો. તેની ગેરહાજરીમાં અનૂપ ઘણીવાર તેના ઘરે આવતો હતો. પપ્પુની પત્ની સાથે વધેલી નિકટતા બાદ અનૂપ તેને પોતાની સાથે લઈ ગયો અને પોતાની પત્નીને તેની પાસે છોડી દીધી હતી.
મિત્ર પર દગો કરવાનો આરોપ
આ વિવાદમાં એક પક્ષનો દાવો છે કે તેણે મિત્રની પત્નીની મદદ કરી, પરંતુ ધીમે ધીમે તેમનો સંબંધ ગાઢ બનતો ગયો. હવે બંને યુવકો એકબીજાને દગાબાજ કહી રહ્યા છે અને પોતપોતાના મિત્રની પત્ની સાથે રહે છે.
ચાર મહિનાથી મિત્રની પત્ની સાથે
પપ્પુએ આરોપ લગાવ્યો કે છેલ્લા ચાર મહિનાથી અનૂપની પત્ની તેની સાથે રહે છે. તેણે વધુમાં જણાવ્યું કે તેની પત્ની અનૂપને સાથ આપી રહી છે. તે કહે છે કે અનૂપની પત્ની સાથે કોર્ટ મેરેજ કરી લે, જેના માટે તે તેના પર દબાણ કરી રહી છે. આ માટે તેણે તેને 10 હજાર રૂપિયા પણ આપ્યા હતા.
આ વાતનો ઇનકાર કરતા અનૂપે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર વિવાદમાં સમાધાન માટે પપ્પુની પત્નીએ ૫ લાખ રૂપિયા અને એક નવી બાઇકની માંગણી કરી હતી. પોલીસ સ્ટેશનમાં ચાલેલી આ ગૂંચવણભરી પંચાયત બાદ પોલીસે બંને પક્ષોને શાંતિ ભંગના કાયદા હેઠળ કાર્યવાહી કરી હતી.
આ મામલે બુધવારે લોની કટરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અભય મૌર્યએ જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી થઈ છે. હાલ બંને પત્નીઓ પોતાના ઘરે જવા માટે સહમત થઈ છે. જો ફરીથી કોઈ ફરિયાદ આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.