દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા નિવાસસ્થાને લોકદરબાર યોજી રહ્યા હતા તે દરમિયાન રાજકોટના 41 વર્ષના રાજેશ ખીમજી સાપરિયાએ તેમના પર હુમલો કર્યો હતો. સીએમ રેખા ગુપ્તાને હાથ ખેંચીને, વાળ પકડીને, લાફો ઝીંકી દેતા ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
મારો દીકરો રિક્ષા ચલાવે છે
રાજેશ સાપરિયા રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહે છે. તેમની માતાએ જણાવ્યું કે, મારો દીકરો રિક્ષા ચલાવે છે.
દિલ્હી જાવ છું એવું કહેતા તેના પિતાએ કહ્યું કે, દિલ્હીથી કેદી આવીશ. દિલ્હી રખડતા કૂતરા માટે ગયો હતો. બીજું કંઈ બોલ્યો નહોતો. એકેય રાજકીય પાર્ટીમાં નથી. તેણે એક રખડતા કૂતરાને પકડતા હોય તેવો વીડિયો જોયો હતો આથી તે સેટી પર ઢીકા મારવા લાગ્યો હતો. તેને કૂતરા પ્રત્યે બહુ પ્રેમ છે.
મારો દીકરો કૂતરા પ્રેમી છે
વધુમાં જણાવ્યું હતું કે, મારો દીકરો કૂતરા પ્રેમી છે, ગાય અને ચકલાઓ પ્રત્યે પણ પ્રેમ છે. તે પશુ-પક્ષીઓની સેવાનું જ કામ કરે છે. ઘરમાં રોટલા પડ્યા હોય તો કૂતરા માટે લઈ જાય. મેં ફોન કર્યો તો કહ્યું કે હું દિલ્હી ગયો છું એટલે મેં કહ્યું કે તું ઉજ્જૈન ગયો હતો ને તો તેણે કહ્યું કે, હું કૂતરા માટે દિલ્હી ગયો છું. દીકરો પરિણીત છે અને સંતાનમાં એક દીકરો છે.
મારા દીકરાનું મગજ ઠેકાણે નથી
મારા દીકરાનું મગજ ઠેકાણે નથી. રિક્ષા ચલાવે છે. એનો મગજ જ એવો છે ભાઈ…ગમે તેને મારી દે છે. મને પણ એક વખત માર્યું હતું. પાટલો લઈને કોઈને મારી લે છે. માનસિક છે પણ તે દવા લેવા સાથે આવતો નથી. પશુનું જ વધારે છે એને બાયડી-છોકરાઓનું કાંઈ નહીં. 5-6 વર્ષથી કામ જ કરતો નથી. તેને પશુઓની હોસ્પિટલ બનાવવી છે.