રાજ્યમાં લાંચિયા અધિકારીઓ સામે ACBએ લાલ આંખ કરી છે. છેલ્લા અમુક દિવસમાં એસીબીએ કાર્યવાહી કરીને સુરત, વલસાડ અને અમદાવાદ સહિત અનેક જિલ્લાઓ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લાંચિયા અધિકારીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે તાપી જિલ્લાના વ્યારામાં ડીવાયએસપી નિકિતા શિરોયા લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. મળતી માહિતી મુજબ, વ્યારાના DySP નિકિતા શિરોયા રૂપિયા દોઢ લાખની લાંચ લેતા ACBના છંટકામાં સપડાયા છે.
એટ્રોસિટીના કેસમાં એરેસ્ટ નહીં કરવા બદલ ફરિયાદી પાસે લાંચ માગી હતી. ACBએ બાતમીના આધારે છંટકું ગોઠવતા વ્યારાના DySP નિકિતા શિરોયા સાથે હેડ કોન્સ્ટેબલ પણ લાંચ લેતા ઝડપાયા છે.આરોપીની વિગત
- DySP નીકીતા શીરોયા, એસ.સી.એસ.ટી.સેલ, વ્યારા
- હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર રમણ ગામીત, એસ.સી.એસ.ટી.સેલ, વ્યારા
શું હતો સમગ્ર મામલોકાકરાપાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદી અને તેમના કુટુંબીજનો તથા તેમના બે મિત્રો સહિત કુલ-8 શખ્સો વિરૂદ્ધ એટ્રોસીટી એક્ટ અને દહેજ પ્રતિબંધક ધારા મુજબનો ગુનો દાખલ થયેલો છે. તેની તપાસ વ્યારાના DySP અને હેડ કોન્સ્ટેબલ કરી રહ્યા હતા. આ ગુનામાં ફરીયાદીના મિત્રો અને કૂટુંબીજનોને એરેસ્ટ નહી કરવાના બદલામાં અને હેરાનગતી નહી કરવાના બદલામાં રાના DySP નિકિતા શિરોયા સાથે હેડ કોન્સ્ટેબલે એકબીજાના મેળાપીપણામાં સૌપ્રથમ ફરીયાદી પાસે રૂ,૪,૦૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી પરંતુ રકઝકના અંતે રૂ.૧,૫૦,૦૦૦/- આપવાનુ નક્કી થયું હતુ. જોકે ફરીયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોવાથી ACBનો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ ACBએ છટકુ ગોઠવવામાં આવ્યું હતું, અને છટકા દરમિયાન એલ એન્ડ ટી કોલોની બહાર જાહેર રસ્તા ઉપર ખાનગી ગાડી લઈને લાંચના નાણા લેવા આવેલા વ્યારાના DySP નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડ્યા છે. કોઈ તમારી પાસે લાંચ માંગે તો શું કરવું?ગુજરાતમા ACB વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.