૨૪મી ઓગસ્ટના રોજ સ્પર્ધાનો ઉદ્ઘાટન કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાત યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી કરશે : ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી સહદેવ યાદવ
૩૦ કોમનવેલ્થ દેશોના ૨૯૧ એથલિટ્સ ભાગ લેશે, ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ની ક્વોલિફાયર ઇવેન્ટ હશે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ : ૩ વખતના કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ અને પદ્મ શ્રી તથા રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ વિજેતા શ્રી મીરાબાઈ ચાનું સહિતના ભારતીય એથલિટ્સ સ્પર્ધાને રોમાંચક બનાવશે : ૧૪૪ જેટલા મેડલ્સ માટે કોમનવેલ્થ સિનિયર, જુનિયર અને યુથ વેઇટલિફ્ટિંગ સ્પર્ધાઓમાં એથલિટ્સ લેશે ભાગ
અમદાવાદ
અનેકવિધ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન કરીને અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્ય ઓલિમ્પિક ૨૦૩૬ના આયોજન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા સતતપણે દર્શાવી રહ્યું છે ત્યારે આગામી ૨૪ ઓગસ્ટથી શહેરમાં વધુ એક આંતરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા યોજાવા જઈ રહી છે.અમદાવાદના નારણપુરા ખાતે નિર્માણ પામેલા આંતરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ધરાવતા વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ નો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
પ્રેસ બ્રિફિંગના માધ્યમથી સ્પર્ધાના આયોજન, સ્પર્ધકો સહિતની વિવિધ બાબતો અંગે ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી સહદેવ યાદવ અને સીઈઓ અશ્વની કુમાર અને કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ના ડાયટેક્ટર ઓફ કોમ્પિટિશન્સ શ્રી કુંબાસી સુબ્રમણ્યએ જણાવ્યું કે ૨૪મી ઓગસ્ટના રોજ સ્પર્ધાનો ઉદ્ઘાટન કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાત યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી કરશે અને ૨૫થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સ્પર્ધાઓ યોજાશે.કેન્દ્ર સરકારના યુથ અફેર્સ અને રમત મંત્રાલય, રાજ્ય સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ (સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત) અને ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ સ્પર્ધામાં ૩૦ કોમનવેલ્થ દેશોના ૨૯૧ એથલિટ્સ ભાગ લેશે. એટલું જ નહીં, ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ની ક્વોલિફાયર ઇવેન્ટ પણ હશે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ સ્પર્ધા. ૩ વખતના કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ, પદ્મ શ્રી તથા રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ વિજેતા અને ટોક્યો ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા શ્રી મીરાબાઈ ચાનું સહિતના ભારતીય એથલિટ્સ ભારતને મેડલ અપાવવા સ્પર્ધામાં પરસેવો પાડતા જોવા મળશે.
ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશન (IWLF)ને પ્રતિષ્ઠિત કોમનવેલ્થ સિનિયર, જુનિયર અને યુથ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૫નું આયોજન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અમદાવાદ, ગુજરાત ખાતે આયોજન કરવાનો ગર્વ છે. જે ૨૦૨૬ કોમન વેલ્થ ગેમ્સ ગ્લાસગો માટે કવોલીફાયર ઇવેન્ટ પણ છે.
તારીખ ૨૪ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન આયોજિત આ મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટ, કોમનવેલ્થ દેશોમાંથી શ્રેષ્ઠ વેઇટલિફ્ટિંગ પ્રતિભાઓને એકત્ર કરશે.૩૦ કોમનવેલ્થ દેશોના ૨૯૧ રમતવીરો,
૧૦૦ ટીમ અધિકારીઓ તેમના દળોને ટેકો અને માર્ગદર્શન આપશે.૫૦ આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ (ITOs) સ્પર્ધાના નિષ્પક્ષ રમત અને સંચાલનના ઉચ્ચતમ ધોરણો સુનિશ્ચિત કરશે
આંતરરાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWF), એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (AWF) અને કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશન (CWF) નું પ્રતિનિધિત્વ કરતા ૨૦ VIP અને વરિષ્ઠ મહાનુભાવો.પદ્મશ્રી અને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર વિજેતા,
ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ ૨૦૨૦ માં સિલ્વર મેડલ વિજેતા,
૨૦૧૭ સિનિયર વર્લ્ડ ચેમ્પિયન ત્રણ વખત કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા (૨ ગોલ્ડ, ૧ સિલ્વર)
તેમની હાજરી માત્ર યુવા ખેલાડીઓને પ્રેરણા આપશે જ નહીં પરંતુ ચેમ્પિયનશિપમાં પણ મોટું મૂલ્ય ઉમેરશે.
આ ઉપરાંત, કોમનવેલ્થ દેશોના અનેક દિગ્ગજ વેઇટલિફ્ટર્સ તેમની શક્તિ અને કૌશલ્યનું પ્રદર્શન કરશે, જે આ ઇવેન્ટને કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના ઇતિહાસમાં સૌથી સ્પર્ધાત્મક અને યાદગાર ચેમ્પિયનશિપમાંની એક બનાવશે.ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશન ગુજરાતના અમદાવાદમાં તમામ રમતવીરો, અધિકારીઓ, મહાનુભાવો અને મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે – જે તેની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને આતિથ્ય માટે જાણીતું શહેર છે.પ્રેસ બ્રિફિંગ દરમિયાન મીડિયા કર્મીઓ સહિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના પ્રતિનિધિઓ અને રમત વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.



