
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક એકાએક વધી છે. હાલ ડેમમાં 86,892 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી જાળવી રાખવા માટે અને વધારાના પાણીનો નિકાલ કરવા માટે ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ દરવાજાઓમાંથી 64,144 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદી કિનારે ન જવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.