
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે રાજભવનમાં રાત્રી રોકાણ દરમિયાન મુખ્યમંત્રી.ગળહ મંત્રીની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓની હાઈ લેવલ બેઠક યોજી હતી જેમાં રાજ્યના મહત્વકાંક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ધોલેરા SIR લોથલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને સાબરમતી ગાંધી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ વિશે પ્રગતિ અહેવાલની સમીક્ષા કરી અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.
ધોલેરા SIR માં બની રહેલા એરપોર્ટ, લોથલમાં ચાલી રહેલા વિકાસના કામો અંગે જરૂરી સૂચનાઓ આપી મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ક્યાંય ચુક ન રહી જાય તેવું પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,ગળહ મંત્રી હર્ષભાઈ સંઘવી. રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના સલાહકારો હસમુખ અઢિયા અને એસ.એસ.રાઠોર, મુખ્યમંત્રી કાર્યાલયના અધિક મુખ્ય સચિવ મનોજ દાસ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠક દોઢ કલાક ચાલી હતી.