ગ્રામિણ ભારતમાં મહિલાઓના રોજગાર દરમાં ૭ વર્ષમાં ૯૬% નો વધારો

Spread the love

 

ભારતમાં મહિલાઓનો રોજગાર દર છેલ્લા ૭ વર્ષમાં લગભગ બમણો થયો છે. ૨૦૧૭-૧૮માં, મહિલાઓનો રોજગાર દર લગભગ રર% હતો, જે ૨૦૨૩-૨૪ માં વધીને ૪૦.3% થયો છે. મહિલા સમાનતા દિવસના એક દિવસ પહેલા સોમવારે કેન્દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન મહિલાઓમાં બેરોજગારીનો દર પણ ૫.૬% થી ઘટીને ૩.૨% થયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે, કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી ૭૦% સુધી વધારવાનો મુખ્ય ધ્યેય છે. PLFS ડેટા દર્શાવે છે કે ગ્રામીણ ભારતમાં મહિલાઓનો રોજગાર દર ૯૬%વધ્યો છે, જયારે શહેરી વિસ્તારોમાં આ વધારો ૪૩ %હતો. મંત્રાલયે એમ પણ કહ્યું કે મહિલાઓની રોજગાર ક્ષમતામાં પણ સુધારો થયો છે. ૨૦૧૩માં, મહિલા સ્નાતકોની રોજગારક્ષમતા ૪૨% હતી, જે ૨૦૨૪ સુધીમાં વધીને ૪૭.૫૩% થઈ ગઈ. આ ઉપરાંત, ૨૦૧૭-૧૮માં અનુસ્નાતક અને ઉચ્ચ શિક્ષણ મેળવનાર મહિલાઓનો રોજગાર દર ૩૪.૫%હતો, જે ૨૦૨૩-૨૪માં વધીને ૪૦%થયો. છેલ્લા દાયકામાં, મહિલા-કેન્દ્રિત બજેટમાં ૪૨૯% વધારો થયો છે.
સ્ટાર્ટઅપ ઈન્ડિયાના ડેટા દર્શાવે છે કે DPIT રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સમાંથી લગભગ ૫૦% માં ઓછામાં ઓછી એક મહિલા ડિરેક્ટર છે. એટલે કે, કુલ ૧.૫૪ લાખ સ્ટાર્ટઅપ્સમાંથી, ૭૪,૪૧૦ સ્ટાર્ટઅપ્સમાં ટોચના નેતૃત્વ જૂથમાં મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પીએમ મુદ્રા યોજના મહિલાઓના નાણાકીય સમાવેશમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ હેઠળ, કુલ ૩૫.૩૮ કરોડ લોનમાંથી ૬૮% મહિલાઓને આપવામાં આવી છે. તે જ સમયે, પીએમ સ્વાનિધિ યોજનામાં લગભગ ૪૪ લાભાર્થીઓ પણ મહિલાઓ છે.
ઉદ્યોગસાહસિકતા સાથે આત્મ નિર્ભરતામાં વધારો મહિલાઓ માત્ર ઔપચારિક કાર્યબળમાં જ જોડાઈ રહી નથી, પરંતુ ઉદ્યોગસાહસિકતા અને સ્વરોજગારના ક્ષેત્રમાં પણ આગળ વધી રહી છે. PLFS ના ડેટા અનુસાર, ૨૦૧૭-૧૮માં કામ કરતી મહિલાઓમાં સ્વ-રોજગાર દર ૫૧.૯% હતો, જે ૨૦૨૩-૨૪માં વધીને ૬૭.૪% થયો છે. કેન્દ્ર સરકારની ૭૦ યોજનાઓ અને રાજય સરકારની ૪૦૦ થી વધુ યોજનાઓ મહિલા ઉદ્યોગસાહસિકોને ટેકો આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *