અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફના જવાબમાં ભારતે મોટું પગલું ઉઠાવ્યું છે. ભારત સહિત 25 દેશોએ રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે, કેમ કે ભારત સહિત 25 દેશોએ અમેરિકાને પોસ્ટ પાર્સલ મોકલવા પર રોક લગાવી દીધી છે. ટ્રમ્પ પ્રશાસને 29 ઓગસ્ટના નવા ટેરિફ લગાવવા અને કસ્ટમ નિયમ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં 800 ડૉલર સુધીના નાના પાર્સલ પર મળતી જૂની ટેક્સ છૂટ હટાવી દીધી છે.
હવે લેટર અને ડોક્યુમેન્ટ મોકલી શકાશે
અમેરિકી રાષ્ટ્ર પ્રમુખના નવા આદેશ અનુસાર, હવે અમેરિકી અધિકારીઓને પોસ્ટ પાર્સલ મોકલવા પર આપવામાં આવતી કસ્ટમ ડ્યૂટી પહેલા જ જમા કરવી પડશે. નવા નિયમ અંતર્ગત ખાલી લેટર, ડોક્યુમેન્ટ અને 100 ડોલર સુધીની ગિફ્ટ જ મોકલી શકાશે. 100 ડોલરથી વધારે કિંમતના સામાન પર 50 ટકા ટેરિફ લાગી શકે છે. તેનાથી ભારતીય રોકાણકારો અને ઈ-કોમર્સ કંપનીઓના ખર્ચા વધી જશે. પણ ભારત સહિત કેટલાય દેશોએ પહેલા જ પોસ્ટ પાર્સલ મોકલવા પર રોક લગાવી દીધી છે.