ટેરિફને હરાવવા કરો આ 5 કામ ટ્રમ્પ થઈ જશે સીધા દોર..! બાબા રામદેવે આપી સલાહ

Spread the love

 

નવી દિલ્હીઃ 27 ઓગસ્ટ, 2025: Baba Ramdev on Tariff: અમેરિકાએ આજથી ભારત પર 50 ટકા ટેરિફ લાદી દીધો છે, જેનો અર્થ એ છે કે ભારતની નિકાસ પર મોટા પાયે અસર પડી શકે છે. એક અંદાજ મુજબ, નિકાસમાં લગભગ 70 ટકાનો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત, 60.2 અબજ ડૉલરની નિકાસ પર પણ અસર પડી શકે છે. આ દરમિયાન, પતંજલિ આયુર્વેદના સહ-સ્થાપક સ્વામી રામદેવે ટ્રમ્પના ટેરિફને નિષ્ફળ બનાવવાનો મંત્ર આપ્યો છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ દેશની મુલાકાત લે છે ત્યાં વેપારને પ્રાથમિકતા આપે છે. જોકે, પહેલા આપણે વેપારને ઓછી પ્રાથમિકતા આપતા હતા. તેમણે ‘અબ કી બાર-ટ્રમ્પ સરકાર’ જેવા નારા આપ્યા હતા. બધા ભારતીયોએ તેમને ટેકો આપ્યો હતો, પરંતુ તે ખૂબ જ ખોટા વ્યક્તિ નીકળ્યા. જોકે, આ કોઈ મોટી સમસ્યા નથી. બધા ભારતીયોમાં ક્ષમતા છે. જો આજે આપણે બધા સંકલ્પ લઈએ કે આપણે સ્વદેશીનો ઉપયોગ કરીશું, તો આ બધી વિદેશી શક્તિઓ નતમસ્તક થઈ જશે.

ટેરિફનો પ્રભાવ ખૂબ ઓછો પ્રભાવ

ટેરિફ પર વાત કરતા બાબા રામદેવે જણાવ્યું કે, ભારત શું કરે તો આ ટેરિફની અસર ઓછી થઈ શકે. જોકે, આ પહેલાં તેમણે કહ્યું કે, મને આશા છે કે, ટેરિફની અસર લાંબા સમય સુધી નહીં રહે. તે ફક્ત થોડા સમય માટે છે, જેથી વધુ અસર નહીં પડે. વડાપ્રધાન મોદી તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી કાઢશે. જોકે, આ સાથે તેમણે ટેરિફનો સામનો કરવા માટે કેટલાક મંત્રો આપ્યા હતા, જે નીચે મુજબ છે.

ભારતે શું કરવું જોઈએ?

  • બાબા રામદેવે કહ્યું કે, ભારતે ખુલીને આવવું પડશે અને અમેરિકા સાથે વેપાર ઘટાડીને અને અન્ય દેશો સાથે વેપાર વધારીને ટેરિફની ભરપાઈ કરવી જોઈએ. આ ભારત આફતમાં અવસર જેવું છે.
  • ભારતમાં ઘણી પ્રતિભાઓ છે. ભારત ઓટોમોબાઈલથી લઈને મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજી સુધીની દરેક બાબતમાં વૈશ્વિક લીડર કેમ ન બની શકે? આપણે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું પડશે અને આને એક અવસર તરીકે જોવું પડશે.
  • પહેલાં ચીન પણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યું હતું. તે કંગાળી આવી ગઈ હતી, પરંતુ તેની આર્થિક નીતિઓમાં ફેરફારને કારણે, તે ઘણું આગળ વધી ગયું છે. આપણા દેશમાં પણ ઘણી સંભાવનાઓ છે. આપણે પણ ચીનની જેમ આગળ વધી શકીએ છીએ.
  • બાબા રામદેવે કહ્યું કે, ટ્રમ્પના ટેરિફથી ડરવાની કોઈ વાત નથી. સમય સાથે બધું ઠીક થઈ જશે. અત્યારે આપણે આપણી પ્રોડક્ટને પ્રાથમિકતા આપવાની જરૂર છે. બને તેટલું વધુ સ્વદેશી ઉત્પાદનનો ઉપયોગ કરો.
  • ભારત સૌથી મોટો ગ્રાહક છે. આવી સ્થિતિમાં, આપણે આપણી શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. આપણી પાસે ઘણી સંભાવનાઓ છે. ભારતે જમીન પર મજબૂતાઈથી કામ કરવું પડશે. આપણી પાસે વૈશ્વિક તક છે. આપણે અન્ય દેશો સુધી આપણી પહોંચ વધારી શકીએ છીએ. તેથી આપણે સંપૂર્ણ તાકાતથી કામ કરવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *