નવી દિલ્હી, 28 ઓગસ્ટ 2025: અમેરિકના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય એક્સપોર્ટ પર 50 ટકા ટેરિફ લગાવી દીધો છે. તેના કારણે કપડાં, હીરા અને ઝીંગા વેપાર ખૂબ જ પ્રભાવિત થશે. હવે ભારત પર લાગેલા આ ટેરિફને લઈને ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને ખૂબ જ ચિંતા વ્યક્ત કરી છે.
રઘુરામ રાજને કહ્યું કે, ભારત માટે કોઈ એક વ્યાપ ડિલ પર વધારે નિર્ભર રહેવું આપદા સમાન છે અને આ એક મોટી ચેતવણી છે.
રાજને ચેતવણી આપી છે કે, આજની વૈશ્વિક વ્યવસ્થામાં વેપાર, રોકાણ અને નાણાકીય ગતિથી હથિયાર બનાવવામાં આવી રહ્યા છે અને ભારતને સાવધાનીથી પગલા ઉઠાવવા જોઈએ.
શું બોલ્યા રઘુરામ રાજન
રઘુરામ રાજને કહ્યું કે, વેપાર હવે હથિયાર બની ગયું છે. તેમણે આગળ કહ્યું કે, આ એક ચેતવણી છે, આપણે કોઈ એક દેશ પર વધારે નિર્ભર ન રહેવું જોઈએ. આપણે પૂર્વ તરફ, યૂરોપ તરફ, આફ્રિકા તરફ જોવું જોઈએ અને અમેરિકા સાથે આગળ વધવું જોઈએ પણ એવા સુધારાને લાગૂ કરવા જોઈએ જે આપણને આપણા યુવાનોને રોજગાર આપવા માટે જરુરી 8.85 ટકાનો વિકાસ દર પ્રાપ્ત કરવામાં મદદ કરે.
આપને જણાવી દઈએ કે, બુધવારે લાગૂ થયેલા વોશિંગટન દ્વારા ભારતીય વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. તેમાં ભારત દ્વારા રશિયન તેલ ખરીદ સાથે જોડાયેલ 25 ટકા વધારાની પેનલ્ટી પણ સામેલ છે. જો કે ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓયલ ખરીદવા માટે ટ્રમ્પ સરકાર આ કઠોર કાર્યવાહી કરી રહ્યું છે. તો વળી રશિયન ઓયલનો સૌથી મોટો ખરીદદાર તો ચીન અને યૂરોપ છે, પણ તેમના પર કોઈ ટેરિફ લગાવ્યો નથી.