અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, 622નાં મોત થયા

Spread the love

 

 

રવિવારે રાત્રે અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. BBCના જણાવ્યા અનુસાર, આમાં લગભગ 250 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. 500થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને નાંગરહાર અને કુનાર પ્રાંતની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 160 કિમી નીચે હતું. એના આંચકા પાકિસ્તાનના ઇસ્લામાબાદ અને એબોટાબાદ સુધી અનુભવાયા હતા. ભારતીય સમય મુજબ ભૂકંપ રાત્રે 12:47 વાગ્યે નોંધાયો હતો. પહેલા ભૂકંપ પછી સતત 4.7, 4.3 અને 5.0ની તીવ્રતાના આફ્ટરશોક્સ આવ્યા. ધરતી એટલી હદે ધ્રૂજી ગઈ કે દિલ્હી-એનસીઆર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ નજીક હતું. આ પછી સવારે 5થી 5:15 વાગ્યા સુધી અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. અફઘાનિસ્તાનમાં આ ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના અહેવાલો છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, અફઘાનિસ્તાનમાં ઘણી ઇમારતોને નુકસાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *