
ચીનમાં SCO સમિટના બીજા દિવસે ભારતને મોટી સફળતા મળી છે. ઘોષણાપત્રમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરવામાં આવી છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પણ હાજર હતા. ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલાના ગુનેગારો, આયોજકો અને તેમને ટેકો આપનારાઓને સજા આપવી જરૂરી છે. નોંધનીય છે કે જૂનમાં સંરક્ષણમંત્રીઓની બેઠક દરમિયાન SCO ઘોષણામાં પહેલગામ હુમલાનો કોઈ ઉલ્લેખ નહોતો. ભારતે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને એના પર હસ્તાક્ષર કરવાનો પણ ઇનકાર કર્યો હતો.
ચીનમાં SCO સમિટના બીજા દિવસે ભારતને મોટી સફળતા મળી છે. ઘોષણાપત્રમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરવામાં આવી છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પણ હાજર હતા. ઘોષણા પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલાના ગુનેગારો, આયોજકો અને તેમને ટેકો આપનારાઓને સજા આપવી જરૂરી છે. નોંધનીય છે કે જૂનમાં સંરક્ષણ મંત્રીઓની બેઠક દરમિયાન, SCO ઘોષણામાં પહેલગામ હુમલાનો કોઈ ઉલ્લેખ નહોતો. ભારતે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને તેના પર હસ્તાક્ષર કરવાનો પણ ઇનકાર કર્યો હતો.
પુતિને SCO બેઠકમાં કહ્યું કે,”યુક્રેનમાં સંકટ ઉકેલવા માટે ભારત અને ચીનના પ્રયાસોની હું પ્રશંસા કરું છું”. મોદીએ આતંકવાદ પર કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે આતંકવાદ પર કોઈપણ પ્રકારના બેવડા ધોરણો સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું,”આ હુમલો માનવતામાં વિશ્વાસ રાખતા દરેક દેશ અને વ્યક્તિ માટે એક પડકાર છે. આવી સ્થિતિમાં, સ્વાભાવિક પ્રશ્ન એ થાય છે કે શું કેટલાક દેશો દ્વારા આતંકવાદને આપવામાં આવી રહેલ ખુલ્લું સમર્થન સ્વીકારી શકાય છે”.
SCO બેઠકમાં પીએમ મોદીએ કહ્યું,”ભારત છેલ્લા ચાર દાયકાથી આતંકવાદથી પીડાઈ રહ્યું છે. તાજેતરમાં જ આપણે પહેલગામમાં આતંકવાદનું સૌથી ખરાબ સ્વરૂપ જોયું. આ દુઃખની ઘડીમાં આપણી સાથે ઉભા રહેલા મિત્ર દેશનો હું આભાર માનું છું”. SCO બેઠકને સંબોધતા પીએમ મોદીએ વધુમા કહ્યું,”સુરક્ષા, શાંતિ અને સ્થિરતા એ કોઈપણ દેશના વિકાસનો પાયો છે. પરંતુ આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ આ માર્ગમાં મોટા પડકારો છે, આતંકવાદ ફક્ત એક દેશની સુરક્ષા માટે પડકાર નથી પણ સમગ્ર માનવતા માટે એક સામાન્ય પડકાર છે, કોઈ પણ દેશ, કોઈ સમાજ, કોઈ પણ નાગરિક તેનાથી પોતાને સુરક્ષિત માની શકતો નથી”,”મને આ સંમેલનમાં સામેલ થઈને આનંદ થયો છે. હું રાષ્ટ્રપતિ શી જિનપિંગનો અદ્ભુત સ્વાગત બદલ આભાર માનું છું. આજે ઉઝબેકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે, હું તેમને પણ અભિનંદન આપું છું”.
PM મોદીએ કહ્યું કે ભારતે SCOમાં પોઝિટિવ ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે સંગઠન માટે ભારતની વિચારસરણી અને નીતિ ત્રણ સ્તંભો પર આધારિત છે. આ ત્રણ સ્તંભો S- સિક્યોરિટી, C- કનેક્ટિવિટી અને O- અપોર્ચ્યુનિટી છે.
SCO સમિટમાં, પ્રધાનમંત્રી મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન SCO પ્લેટફોર્મ પર એકસાથે દેખાયા. ત્રણેય નેતાઓ એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા. આ દરમિયાન ત્રણેય દેશોની ટ્રાયો ડિપ્લોમેસી જોવા મળી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ વર્ષે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોને 2 બિલિયન યુઆન એટલે કે લગભગ 281 મિલિયન યુએસ ડોલરની ગ્રાન્ટની જાહેરાત કરી હતી. આ સહાય સભ્ય દેશોની આર્થિક અને વિકાસ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે હશે. SCO બેઠકને સંબોધતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે આ સંગઠન આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદની વિરુદ્ધ છે.
મોદીની ચીન મુલાકાત પછી, ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો થવાના સંકેતો મળ્યા છે. 2020 ના ગાલવાન અથડામણ પછી પહેલીવાર, બંને દેશો સરહદ અને વેપાર સંબંધિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરાર પર પહોંચ્યા છે. પરંતુ સરહદ વિવાદ અને પાણીના મુદ્દા જેવા મોટા વિવાદો હજુ પણ બાકી છે. આર્થિક દબાણ અને વૈશ્વિક પરિસ્થિતિઓએ બંને દેશોને સાથે બેસવાની ફરજ પાડી છે, પરંતુ સંપૂર્ણ વિશ્વાસ બનાવવામાં સમય લાગી શકે છે.