આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ કરતી ગેંગના સભ્યોની અમદાવાદની પાલડી પોલીસે પર્દાફાશ કર્યો, સાઇબર ફ્રોડ કરતી ટોળકી પાસેથી રૂ. 3.16 કરોડ રોકડા ઝડપાયા

Spread the love

 

 

 

આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ કરતી ગેંગના સભ્યોની અમદાવાદની પાલડી પોલીસે પર્દાફાશ કર્યો છે. દેશના અલગ અલગ શહેરો અને રાજ્યોમાં લોકો સાથે સાયબર ફ્રોડ કર્યો છે. ફ્રોડના જે પણ ટ્રાન્જેક્શન ભાડે આપેલા બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય એને આ આરોપીઓ દ્વારા ઉપાડવામાં આવતા હતા. અત્યાર સુધીમાં આરોપીઓએ રૂ. 23.23 કરોડનાં ટ્રાન્ઝેક્શનનો કર્યા અને રૂ. 9 વધુના પૈસા ઉપાડી લીધા હોવાનો પણ ખુલાસો થયો છે. આ ગેંગ સામે દેશભરમાં સમન્વય પોર્ટલમાં 518 ફરિયાદો મળી છે. પોલીસે અમદાવાદ, મહેસાણા, માણસામાંથી આરોપીઓની ધરપકડ કરી રૂ. 3.16 કરોડ રોકડ, 15 મોબાઈલ અને ચેકબુક સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા યુવક સાથે 25000 રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હોવા અંગેની સાયબર પોર્ટલ પર ફરિયાદ થઈ હતી. જે ફરિયાદના આધારે પાલડી પોલીસે તપાસ કરતા એક મોટા આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસે બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરેલા પૈસા અંગેની તપાસ કરતા ત્રણ લેયરમાં પૈસા ટ્રાન્સફર થયા હતા. જેમાં ત્રીજા લેયરના એકાઉન્ટની તપાસ કરતા તેમાંથી યુનીયન બેન્કના અલગ અલગ એકાઉન્ટમાં ફ્રોડના નાણાં ટ્રાન્સફર થયેલા હોવાનું જણાયું હતું. તમામ એકાઉન્ટની વિગત ચેક કરતા મોટી રકમના સેલ્ફ ચેક દ્વારા રોકડમાં નાણાં ઉપડતા હોવાની વિગતો સામે આવી હતી.

પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.આર પરડવાએ જણાવ્યું હતું કે યુનીયન બેન્કના અલગ અલગ એકાઉન્ટમાંથી રોકડ નાણાં કોણ કોણ અને કેવી રીતે ઉપાડી રહ્યા હોવાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે બેન્ક એકાઉન્ટનો સાયબર ફ્રોડમાં ઉપયોગ થયો છે તેવા બેન્ક એકાઉન્ટમાંથી હાલમાં જ ટ્રાન્જેકશન થયા છે. જેથી પોલીસે ટ્રાન્જેકશન કરનાર વ્યક્તિઓને પકડી પુછ-પરછ કરતા તેઓએ અલગ અલગ એકાઉન્ટ પૈકી બે બેન્ક એકાઉન્ટમાંથી સેલ્ફ ચેક દ્વારા રોકડા રૂ. 3.18 કરોડ ઉપાડયા હતા. જે બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા હતા. તે બેન્ક એકાઉન્ટ ભાડે લેવામાં આવ્યા હતા. ચેકબુકમાં પહેલાથી જ સહી કરાવી દેવામાં આવતી હતી અને સેલ્ફ ના ચેક લઈ અને પૈસા ઉપાડી જે તે જગ્યા ઉપર મૂકી રાખવામાં આવતા હતા.
સેકન્ડ લેથરમાં યશ બેન્કના એકાઉન્ટ નંબર ઉપર NCCRP પોર્ટલ પર ચેક કરતા સાથબર ફ્રોડની સમન્વય પોર્ટલ ઉપર એન્કલોઝમેન્ટ નંબરથી કુલ- 136 એપ્લીકેશનો થયેલી છે. થર્ડ લેયરના જુબીલી હિલ્સ મર્ચન્ટના એકાઉન્ટ ઉપર સાયબર ફ્રોડની સમન્વય પોર્ટલ/ NCCRP પોર્ટલ પર કુલ- 518 એપ્લીકેશનો થયેલ છે, જેમાં રૂ.23.23 કરોડનું ટ્રાન્જેકશન થયું છે. જેમાંથી સાયબર ફોર્ડને લગતા રૂ. 9.68 કરોડનું ડીસ્પ્લટ એમાઉન્ટ તપાસ દરમ્યાન જમા થયેલાનુ જણાયું છે.

 

 

આરોપીઓ:
આરીફખાન અકબરખાન મકરાણી (રહે:-ગામ-ગંભીરપુરા તા.ઇડર જી-સાબરકાંઠા કાલ રહે:-૨૪ ધાબરનગર સોસાયટી, યુ-એન મહેતા હોસ્પીટલની સામે, શાહીબાગ, અમદાવાદ)
અશ્વિનકુમાર નટવરલાલ પટેલ (રહે.-જુનાપરા ગામ-લાખવડ તા.જી.મહેસાણા)
સ્મીત સતિષચંન્દ્ર ચાવડા (કોઠીવાળીચાલી ટાવર પાસે, કલોલ જી.ગાંધીનગર)
રાકેશ સવારામ પ્રજાપતી ( રહે-પખાલીની પોળ રાયપુર દરવાજા પાસે આસ્ટોડીયા અમદાવાદ)
જગદીશકુમાર મહેન્દ્રભાઈ પટેલ (રહે. ગામ-ઇટાદરા તા.માણસા જી.ગાંધીનગર)
જસ્મીન રાજુભાઇ ખંભાયતા (રહે:-32/જે સેટેલાઇટ પાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *