સેમી કંડકટર કંપનીના એન્જિનિયર પર ટ્રેલર ફરી વળતા મોત

Spread the love

 

અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સરદાર પટેલ રિંગરોડ પર શાંતિપુરા સર્કલથી એપલવુડ તરફ જતા સર્વિસ રોડ ઉપર એક ટ્રેલરની નીચે મૂળ તમિલનાડુનો એન્જિનિયર યુવક બાઈક સાથે આવી જતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે જ્યારે મેમ્કો પાસે બીઆરટીએસ કોરીડોરમાં એસટી બસચાલકે પુરઝડપે આવીને રોડ ક્રોસ કરી રહેલ વૃધ્ધને અડફેટે લેતા મોત નિપજ્યુ હતુ. અકસ્માત બાદ બસચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે ટ્રાફિક પોલીસે ટ્રેલર અને બસ ચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
મૂળ તમિલનાડુના ચેન્નઈના રહેવાસી અને હાલ સરખેજ સાણંદ રોડ ઉપર અપના ઘર નામના પીજીમાં રહેતા તેમજ સેમી કંડકટર કંપનીમાં એક મહિના પહેલાજ નોકરી પર લાગેલો નારાયણ ગણેશ નામનો યુવક (ઉ. વ 24) સવારના સમયે બાઇક લઈને નોકરીએ જતો હતો દરમિયાનમાં સરદાર પટેલ રિંગ રોડ પર શાંતિપુરા સર્કલથી એપલ વોર્ડ તરફ જવાના રોડ ઉપર ટ્રેલરના વચ્ચેના આયર ના ભાગે બાઈકમાં આવી જતા તેનું ઘટના સ્થળે મોજ થયું હતું ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ટેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરું કરી છે
બાપુનગરમાં રહેતા વ્રજેશ ઠક્કર ક્લિનીક ધરાવી ડોકટરીનું કામ કરે છે. તેમના 67 વર્ષીય પિતા કિરીટભાઇ ઠક્કર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ગત 29 ઓગસ્ટે રાત્રીના સમયે કિરીટભાઇ મેમ્કો ચાર રસ્તા પાસે આવેલ દિલ્લીવાળી ચાલીની સામે બીઆરટીએસ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે બીઆરટીએસ રૂટમાં આવેલ એસટી બસચાલકે કિરીટભાઇને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચતા બેભાન થઇ ગયા હતા. જે બાદ એસટી બસચાલક ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત કિરીટભાઇને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યુ હતુ. આ અંગે પુત્ર વ્રજેશભાઇએ ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એસટી બસચાલક સામે ગુનો નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ડમરુ સર્કલ પાસે અકસ્માતની ઘટના બની છે. ટેક્સી ચાલક પોતાની ગાડી મોડી રાત્રે 3:00 વાગ્યાની આજુબાજુ ડમરુ સર્કલ પાસે પાર્ક કરી અને બેઠો હતો ત્યારે પૂરપાટ ઝડપે એક કાર ચાલક આવ્યો હતો ગાડીને ટક્કર મારી હતી. દારૂ પીધેલી હાલતમાં બેફામ પીડે વાહન ચલાવી અને ગાડીને ટક્કર મારી હતી. કારમાં બેઠેલા ટેક્સી કાર ચાલકને ઇજા પહોંચી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી યુવક દારૂ પીધેલી હાલતમાં હોવાથી દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી અને અકસ્માત સર્જવા બદલ તેની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *