કોબા ગામ નજીક રોડ ક્રોસ કરતા 33 વર્ષીય યુવકને કારે જોરદાર ટક્કર મારી, સારવાર મળે તે પહેલા મોત થયું

Spread the love

 

 

ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર કોબા ગામ નજીક 31 ઓગસ્ટે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારની ટક્કરે 33 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. આ અંગે ઇન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે .
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાંધીનગરના કોબા ગામ પાસે આવેલી સાર્થક ટ્વીન્સ કંસ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કામ કરતા પંકેશ મોહન મોર સાથે તેમનો 33 વર્ષિય સાળો શંભુલાલ ભાર્તાલાલ કતીજા પણ અહીં મજૂરી કરતો હતો. ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યે તેઓ બંને કોબા ગામ તરફ લાકડા લેવા જઈ રહ્યા હતા. ક્રિષ્ણા હોટલ સામે મુખ્ય હાઈવે પર પહોંચ્યા, ત્યારે શંભુલાલ રોડ ક્રોસ કરી રહ્યો હતા. તેજ સમયે ગાંધીનગર તરફથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી GJ-36-XX-4440 નંબરની ફોર-વ્હીલ કારના ચાલકે શંભુલાલને જોરદાર ટક્કર મારી હતી.
આ ટક્કર એટલી ભયાનક હતી કે તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે બેભાન થઈ ગયો હતો. આ અકસ્માત બાદ કારચાલકે ગાડી ઊભી રાખી હતી અને 108ને ફોન કર્યો હતો. બાદમાં એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને શંભુલાલને સિવિલ હોસ્પિટલ લઇ ગઈ હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે મૃતકના સાળા પંકેશ મોહન મોરે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં કારના ચાલક વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *