અમદાવાદ એરપોર્ટ પરથી 2.56 કરોડનું સોનું ઝડપાયું, 3 મુસાફરની ધરપકડ

Spread the love

 

અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 2.56 કરોડનું 2.65 કિ.ગ્રા સોનું જપ્ત કર્યું છે. દુબઇથી ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરો સોનાની પેસ્ટનાં 6 સિલ્વર કલરનાં પાઉચને મોજાંમાં છુપાવી અમદાવાદ લાવ્યા હતા. કસ્ટમ વિભાગે એક પુરુષ અને બે મહિલા સહિત કુલ 3 મુસાફરની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટના કસ્ટમ વિભાગના અધિકારીઓએ 1 સપ્ટેમ્બર 2025ના રોજ ઇન્ડિગોની ફ્લાઈટ નં. 6E 1478માં દુબઇથી અમદાવાદ આવતાં એક પુરુષ અને બે મહિલા મુસાફરોને અટકાવ્યાં હતાં. તપાસ દરમિયાન ત્રણેય મુસાફરોએ મોજાંમાં છુપાવેલા સિલ્વર કલરનાં 6 પાઉચ મળ્યાં હતાં. આ પાઉચની તપાસ કરતાં તેમાં 2.650 કિ.ગ્રાના સોનાની પેસ્ટ મળી હતી, જેની કુલ બજાર કિંમત રૂ. 2.56 કરોડ છે, જેથી કસ્ટમ એક્ટ 1962 હેઠળ તમામ મુદ્દામાલ જપ્ત કરી કસ્ટમ વિભાગે ત્રણેય મુસાફરોની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *