
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 2 સપ્ટેમ્બરના રોજ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતમાં 70 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે શ્રદ્ધાળુઓ માટે ભાદરવી પૂનમ નિમિત્તે વિશેષ એક્સ્ટ્રા બસ સેવાનો પણ શુભારંભ કરવામાં આવશે. મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 70 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં 5 એસી વોલ્વો પ્રીમિયમ બસ, 51 મીની બસ અને 11 મોટી બસોનો સમાવેશ થાય છે. આ બસોના શુભારંભથી મહેસાણા અને આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ સુવિધા અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક અને ધારાસભ્યો સહિતના અનેક મહાનુભાવોએ હાજરી આપી આપશે. નવી બસોના લોકાર્પણની સાથે સાથે શ્રદ્ધાળુઓ માટે ભાદરવી પૂનમ નિમિત્તે વિશેષ એક્સ્ટ્રા બસ સેવાનો પણ શુભારંભ કરવામાં આવશે. આ વિશેષ સેવા યાત્રાળુઓ માટે મા આરાસુરીના દર્શન માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને તેમને સરળતાથી યાત્રા કરવામાં મદદ મળશે.