
અમદાવાદના નારોલ વિસ્તારમાં અલીફનગરમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યો હોવાનો બનાવ બન્યો છે. પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બપોરના સમયે પ્રેમીએ આવીને પ્રેમિકા પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પ્રેમિકાને ઇજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ છે.
મળતી માહિતી પ્રમાણે, યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરતા એક તરફા પ્રેમમાં યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડ્યો હતો. મધ્યપ્રદેશથી આવીને યુવકે નારોલમાં પ્રેમિકા પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધોળાદિવસે યુવતી પર ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.