શિવ શંકર ના દ્વારે, મધુરના બંકાએ ડંકો વગાડ્યો

Spread the love

 

ડો.શંકરસિંહ રાણાને ચેરમેન તરીકે સતત સાતમી વાર બિન જાહેર કરવામાં આવ્યા

શિવ શંકર ના દ્વારે, મધુરના બંકાએ ડંકો વગાડ્યો


અણી ચૂક્યો સો વર્ષ જીવ્યો તેમ હવે ત્રણ નેત્રવાળા શંકર ભોલે ટન ટના ટન ટન મધુર ને દોડાવશે, અનેક પનોતીઓને પાર કરીને આજે શંકરે મંગળવારના રોજ સંકટમોચનના દિને ૧૨:૩૯ મિનિટે શપથ લીધા, ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી પર પધાર્યા હતા, ત્યારે દેશમાં ભારતના વડાપ્રધાન જે કહી રહ્યા છે, કે વોકલ ફોર લોકલ અને સ્વદેશી અપનાવો ત્યારે સંપૂર્ણ સ્વદેશી એવી આપણી મધુર..

બિનહરીફ ચૂંટાયેલા ચેરમેન ડો. શંકરસિંહ રાણાના જણાવ્યા પ્રમાણે ૨૦૦૩ થી લઈ આજદિન સુધી મધુર ડેરી એટલે કે, ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સહકારના સિધ્ધાંતોને પ્રસ્થાપિત કરી દિન-પ્રતિદિન ખેડૂતો અને પશુપાલકોને આર્થિક રીતે સધ્ધર કરવા માટે પશુપાલનના વ્યવસાયને વિકાસનું માઘ્યમ બનાવવા કામ કરતી રહી છે


 

આજરોજ તા.૦૨-૦૯-૨૦૨૫ ને મંગળવારના દિવસે ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (મધુર ડેરી)ના બિનહરીફ ચૂંટાયેલા ચેરમેન ડો. શંકરસિંહ રાણાના જણાવ્યા પ્રમાણે ૨૦૦૩ થી લઈ આજદિન સુધી મધુર ડેરી એટલે કે, ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સહકારના સિધ્ધાંતોને પ્રસ્થાપિત કરી દિન-પ્રતિદિન ખેડૂતો અને પશુપાલકોને આર્થિક રીતે સધ્ધર કરવા માટે પશુપાલનના વ્યવસાયને વિકાસનું માધ્યમ બનાવવા કામ કરતી રહી છે.
દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એવા ગાંધીનગર પનોતા પુત્ર અને લોક લાડીલા ગાંધીનગરના સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબના સહકારીતા મંત્રાલય દ્વારા આંતર રાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫ ને ઉજવવામાં મધુર ડેરી, જુદા-જુદા કાર્યકમો ધ્વારા સહભાગી બનતી આવી છે. જેવા કે, વૃક્ષારોપણ, કવીઝ કોમ્પીટીશન, જુદી-જુદી મંડળીઓ ઉપર યોજવામાં આવતી સાધારણ સભાઓના સેમ્પલ સર્વે, રંગોળી તેમજ અન્ય કાર્યકમો ધ્વારા પરસ્પરની સહકારીતા અંગેની સ્પર્ધાઓ અને જુદા-જુદા સહકારી આગેવાનો દ્વારા યોજાયેલા કાર્યકમોમાં અગ્રેસર રહી છે. એટલું જ નહિ, ×સહકારથી સ્મૃષ્ઠિત્રના
સુત્રને ચરિતાર્થ કરતી આ ડેરી, તાજેતરમાં યોજાયેલી મધુર ડેરીની પંચવર્ષીય ચૂંટણી ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, વિઝનરી અને કૂનેહપૂર્વકની કામગીરી કરતા માનનીય સહકારીતા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સહકારીતા સેલના કન્વીનર ભાઈ શ્રી બિપીનભાઈ પટેલ (ગોતા)ના પરસ્પરના સાનિધ્યથી ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા એકમ જેના પ્રમુખ અનિલભાઈ પટેલ એવા જ શહેર સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી ડો. આશિષભાઈ દવે સાથે-સાથે ઉત્તરના ધારાસભ્ય બહેનશ્રી રીટાબેન પટેલ અને દક્ષિણના ધારાસભ્ય ભાઈ શ્રી અલ્પેશજી ઠાકોર અને જિલ્લાના મહામંત્રી રમણભાઈ દેસાઈ તેમજ કેતનભાઈ પટેલ સાથે-સાથે સહકારી આગેવાન મિત્રો વગેરેના મજીયારા પ્રયત્નોથી મધુર ડેરી ફરી એકવાર નિયામક મંડળને બિનહરીફ કરી ચૂકયું હતું. તા.૩૦-૦૮-૨૦૨૫ ને શનિવારે આ જ નિયામક મંડળના સભ્યોમાંથી સહકારીતા સેલના કન્વીનર શ્રીમાન બિપીનભાઈ પટેલ (ગોતા)ની ઉપસ્થિતિમાં ડો. શંકરસિંહ રાણાને ચેરમેન તરીકે સતત સાતમી વાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં હતાં. ડો. શંકરસિંહ રાણા આજે જયારે પોતાના હોદાનો ડો. ચાર્જ લઈ રહ્યાં છે, ત્યારે શંકરસિંહ રાણાના જણાવ્યાં પ્રમાણે જિલ્લા દૂધ સંઘ એટલે કે, મધુર ડેરી અત્યારે ખૂબ સારું કામ કરી રહી છે. તેનું ટર્નઓવર દિવસે-દિવસે વધતું જાય છે, પરંતુ દૂધની વાયેબીલીટીના પ્રશ્નો જયારે ઉભા થયા છે, ત્યારે સૌથી પહેલી સમસ્યાં મિલ્ક શેડ એરીયા વિસ્તારવાની છે. સહકાર મંત્રી પાસે તેમજ જી.સી.એમ.એમ.એફ. ના બોર્ડ પાસે આ અપેક્ષાઓ સંતોષાય તેવી છે. આગામી દિવસોમાં નવી બનેલી અધતન ડેરીના ઉદઘાટનની બાબત પણ હાય ઉપર લેવાનાર છે. એટલું જ નહિ, જિલ્લામાં કામ કરતા પશુપાલનની સાથે-સાથે શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોના હિતમાં વડાપ્રધાનની કિસાન સંપદા યોજના નીચે ગુજરાત સરકારના કેબિનેટમાં મંજુરી મળેલા એવા શાકભાજી પ્રોજેકટ, તેમજ ડેરીમાં કામ કરતા કર્મચારીના આજીવીકાની બાબતો હોય કે પશુપાલકોના દૂધના ભાવ અને ભાવફેરની બાબતો હોય તેમાં ખેડૂતોનું કલ્યાણ વધુ સારું અને ઝડપી કેવી રીતે થાય એ પણ વિચારવાનું રહે છે. ગુજરાતના પાટનગરની અગ્રગણ્ય સહકારી સંસ્થા હોવાના નાતે પણ ડેરી ઘ્વારા સહકારથી સમૃષ્ઠિત્રના સુત્રને સાર્થક કરી ખેડૂતો અને પશુપાલકોના હિતને પ્રાધાન્ય આપી જુદા-જુદા દૂધ સંઘ સાથે જોડાયેલા જિલ્લા તેમજ તાલુકાના ગામડાઓની આર્થિક સુખાકારીમાં કેમ વધારો કરી શકાય, આ બધી બાબતો આવનાર દિવસોમાં પડકાર સમાન છે. સમસ્યાઓનું સમાધાન કાઢી ડેરીને સમૃધ્ધ બનાવી આ સમૃધ્ધિ ગામડાઓમાં પહોંચે એ નેમ ધરાવતા ચેરમેનશ્રી જણાવે છે કે, સતત મળેલા વહીવટના આધારે વિકાસનું સાતત્ય જળવાય અને મંડળીના સભાસદો, ચેરમેનશ્રીઓ, કારોબારી સભ્યો, ખેડૂતો તેમજ પશુપાલકો દર મહિને દિવાળી ઉજવી શકે તેવા અભિગમ સાથે આગળની કામગીરી કરવા જઈ રહ્યાં છે. જુના અને નવા ડેરીના પ્રિમાઈસીસમાં બિરાજેલ માં ખોડલના આશીર્વાદ મને તેમજ અમારી સમગ્ર ટીમને મળે, તેવા મકકમ નિર્ધારથી કામગીરી કરશું. સર્વેને માતાજી સુખી રાખે એવી આશા સાથે અમો સૌ કામગીરી કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *