
દુનિયામાં સૌથી મોંઘી અને સંસ્કારી યુનિવર્સિટી હોય તો તે દાદા, બા,દાદી છે, દેશ-વિદેશમાં ભુરીયાઓને આ લાભ નથી મળતો, બાકી ભારત દેશમાં જે જન્મેલા છે તેમને મળે છે, દેશના ગૃહમંત્રીને મળવું હોય તો ઝેડ સિક્યુરિટીની મંજૂરી હોય તો મળી શકાય,ત્યારે દીકરાના દીકરાને તેડીને દેશના ગૃહમંત્રી પાવરફુલ ચાલી રહ્યા છે, તે મૂડીનું વ્યાજ અને પોતાની આવનારી પેઢીને જોઈ રહ્યા છે, અનેક તકલીફો સમસ્યાને પાર કરીને આ મુકામ પર પહોંચ્યા છે, બાકી ગમે તેટલા મોટા હોદ્દા ઉપર હોઈએ પણ છેલ્લે તો વિસામો આપણું ઘર, ગમે તેટલા થાકી ગયા હોય પણ દીકરાના દીકરાને તેડી લઈએ અને ફેરવીએ એટલે બધો થાક ઉતરી જાય, ઘરડા અને દાદા,બા,દાદી આ સંસ્કારોનું સિંચન કરતી યુનિવર્સિટી છે, દાદા જોડે ટ્રેનિંગ લેશો એટલે ક્યાંય પાછા નહીં પડે, તેમ ઉચ્ચ હોદા ઉપર તથા કોઈ મંત્રી,પૂર્વ,મેયર પૂર્વ મંત્રીના પીએ રહી ચૂકેલા પણ નિવૃત્તિ બાદ કોઈના કોઈ સેવામાં રહેવાનું, ત્યારે તસવીરમાં આઈ કે જાડેજા પોતે પૂર્વ કેબિનેટ મંત્રી હતા પણ દીકરાના દીકરાને બાપુ રમાડતા અને વ્હાલ કરતાં જોવા મળે છે, મા બાપ કરતા પણ સૌથી વધારે ભવિષ્ય અને દીકરા દીકરીની ચિંતા કરતા હોય તો તે દાદા છે,

બીજી તસવીરમાં પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા એવા આ બંકા પણ પરિવાર સાથે જોવા મળે, પણ હા બે ટાઈમ દીકરાના દીકરા જોડે મસ્તી કરવાની, રમવાનું જે જોઈએ તે લાવી આપે, બધેથી ના અને નનૈયો ભણે તો બાપુ લાવી દે, અહીંયા બેસાય, ત્યાંનો બેસાય, તેડીને ફરવું અને ગમે ત્યારે દાદા ની ગાડી નો વોન વાગે તો ખબર પડી જાય દાદા આવી ગયા આ આપણું કલ્ચરલ છે, ત્યારે ત્રણ જેટલા મંત્રીના પીએ પીએસ તરીકે રહી ચૂકેલા ભવાનસિંહ પરમાર (બાપુ) પણ રિટાયર્ડ થયા બાદ પણ કોઈના કોઈ સેવામાં દોડતા જ હોય, પણ બહાર ગમે તેટલી સેવા કરો પણ (છોટે બાપુ) એવા મૂડીના વ્યાજને દિવસમાં ત્રણ વાર સલામ મારીને તેડીને ફરવાના, બાપુ ઘરે જાય અને દરવાજા નો અવાજ અને હોકારો દે તો ખબર પડી જાય દાદા આવ્યા, દાદા બાદ દાદી એ સંસ્કારોનું સિંચન કરતી સૌથી મોટી યુનિવર્સિટી છે, નસીબ વંતા હોય જેને દાદા બા દાદી મળ્યા હોય, મા બાપ સંતાન ઉપર ગમે ત્યારે ગુસ્સો થાય પણ મોટામાં મોટો આશરો અને પ્રોટેક્શન વડીલો જ આપે, વિદેશમાં જે લોકો દાદા દાદી બાને લઈ કેમ જાય છે, સંતાનોને સાચવવા, આની કોઈ યુનિવર્સિટી નથી, વર્લ્ડમાં જો યુનિવર્સિટી હોય તો ઘરે ઘરે જે વડીલો છે તે યુનિવર્સિટી, બાપુ ગમે ત્યારે બહારગામ ગયા હોય પણ છોટે બાપુ નો અવાજ ન સાંભળે. તો પાવર ન આવે, અને ઘરે આવ્યા બાદ ગમે તેટલો થાક લાગ્યો હોય પણ છોટે બાપુ નો ટહુકો હસતો ચહેરો જુએ એટલે થાક પણ ઉતરી જાય, દીકરાના દીકરાને તેડીને ફરવું, અને જે મજા છે તે નસીબ વંતા કહી શકાય, અને જે બાળકોને દાદા બા દાદી મળ્યા છે, તે મોંઘામાં મોંઘા પ્રોફેસર હોય તો તે દાદા બા દાદી છે, શોર્ટકટમાં ડીબીડી કહી શકાય, દાદા ઘરે આવતા હોય એટલે પૂછે કે કાંઈ લાવવાનું છે, પણ જે લાવવાનું છે તે મૂડીનું વ્યાજ એવા દીકરાના દીકરા માટે શું લાવું તે પૃચ્છા કરીને બાળક જ્યારે કહે દાદા આ લેતા આવજો તે ખુશી બાળક અને દાદાની છે તે ખુશી ક્યારે મળવાની નથી, જે બાળકોની પાસે dbd હોય તેનો આદર સત્કાર કરો, દીકરા-દીકરી અને વહુ માટે ડીબીડી એક z સિક્યુરિટી કહી શકાય,
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પોતે કારમાંથી ઉતરીને જે ઝડપથી ચાલી રહ્યા છે, આટલા ઝડપથી ચાલી શકવાનું કારણ દીકરાના દીકરા ને જે તેડ્યો છે, તે પાવર છે, ખુશી છે, ગમે તેમ શક્તિ આવી જાય, બાકી ડીબીડી એટલે સંસ્કારોનું સિંચન કરતી યુનિવર્સિટી એટલે દાદા, બા, દાદી, આવનારા વર્ષોમાં જે લોકો વેસ્ટન કલ્ચરમાં જીવવા અને અલગ રહેવાનો વિચાર કરવા વાળાને ખબર નથી કે, બાળકોનું સંસ્થાનું સિંચન સ્કૂલ શાળા કોલેજો નથી, પણ ઘરમાં જ ડીબીડી નામની યુનિવર્સિટી છે, જેમની પાસે આ યુનિવર્સિટી નથી, તે નસીબના બળીયા કહી શકાય, ત્યારે વડીલોની કદર કરો, બાકી આ ફોટા જે જોઈ રહ્યા છે, તે તમામ માટે છે, પરિવાર મોભો આ બધું વડીલો હોય તો જ કહેવાય, કોઈપણ સંતાન દીકરા માટે વિશ્વાસુ જો વ્યક્તિ હોય તો તે માબાપ અને ડીબીડી છે,

પૂર્વ મંત્રી એવા વાસણભાઈ આહીર પણ દીકરાના દીકરાને રમાડી રહ્યા છે, બાકી 182 ધારાસભ્યો માં 12 થી 14 ભાષા ની જાણકારી રાખનારા અને ગમે તે સાથે વાત કરી શકે એવા આહીર સમાજના બંકા છે, આજે કોઈપણ વ્યક્તિ હોય તે પછી આઈએએસ, આઈપીએસ, મંત્રી, ધારાસભ્ય, સાંસદ કેમ ના હોય પણ 14 ભાષા આવડતી હોય તો આ એક જ બંકો છે, ત્યારે રાજકારણમાં ફુલ ફ્લેગમાં રહેવાનું અને કામ તથા સેવા કરવાની, પણ દીકરાના દીકરાને સમય ફાળવવાનો જ, આજ આપણી મૂડી અને ધરા છે, દાદાનો હોકારો અને ખોંખારોનો અવાજ આવે એટલે ખબર પડી જાય દાદા આવ્યા, સૌથી વધારે મેળવવું હોય અને મળવાનું છે, તે દાદા પાસે જ છે, મધુર ડેરીના શંકરસિંહ રાણા પણ દીકરાના દીકરાને ટ્રેક્ટરમાં ફેરવી રહ્યા છે, દીકરા-દીકરી માટે ઝેડ સિક્યુરિટી અને હરહંમેશા ચિંતામાં રહેતા હોય તો તે ડીબીડી છે, ભણવાથી લઈને વિદેશ મોકલવાનું હોય અને દરેક બાબતે ચિંતા કરતા હોય તથા સંસ્કારોનું સિંચન હોય તો તે ડીબીડી યુનિવર્સિટીથી કોઈ જ નથી, બાકી દરેક શહેરો-ગામોમાં આ યુનિવર્સિટી છે, અને દેખાય છે, ત્યારે જે બાળકોની સાચવણી દરેક ઝીણી ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવું તે અગત્યનું છે,