
એશિયા કપ 2025 પહેલા અફઘાનિસ્તાને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. શારજાહમાં રમાયેલી ઝ20 ટ્રાય શ્રેણીની ચોથી મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને 18 રનથી હરાવ્યું. આ જીત સાથે, અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે પોતાનું વર્ચસ્વ વધુ મજબૂત બનાવ્યું છે. આ જીતથી સ્પષ્ટ થઈ ગયું છે કે અફઘાનિસ્તાન હવે ફક્ત એક ઉભરતી ટીમ નથી, પરંતુ એક મજબૂત ટી-20 ટીમ બની ગઈ છે. શારજાહમાં, તેમના સ્પિન આક્રમણે પાકિસ્તાન જેવી ટીમને પણ ધક્કો મારી દીધો. જો આ ફોર્મ એશિયા કપમાં રહેશે, તો ટીમ ટાઇટલ માટે પણ દાવો કરી શકે છે.
આ ટ્રાય શ્રેણી એશિયા કપ ટી-20 પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને યુએઇ વચ્ચે રમાઈ રહી છે. તેને એશિયા કપની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. પાકિસ્તાને આ શ્રેણીની શરૂઆત સારી રીતે કરી હતી અને પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને 39 રનથી હરાવ્યું હતું અને પછી યુએઇને 31 રનથી હરાવ્યું હતું. આ પછી, અફઘાનિસ્તાને યુએઇને 38 રનથી અને હવે પાકિસ્તાનને 18 રનથી હરાવ્યું હતું. પાકિસ્તાન 4 સપ્ટેમ્બરે ઞઅઊ સામે અને અફઘાનિસ્તાન 5 સપ્ટેમ્બરે યુએઇ સામે ટકરાશે. આ ટ્રાય શ્રેણીની અંતિમ મેચ 7 સપ્ટેમ્બરે રમાશે.