રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવું હવે વધુ સસ્તુ : ડિસ્કાઉન્ટ 2.50 ડોલર વધ્યુ

Spread the love

 

 

અમેરિકા માટે સૌથી મોટો વિરોધ બનેલા ભારત દ્વારા રશિયન ક્રુડતેલ ખરીદીમાં વધુ સારા સમાચાર છે. ભારત આ ક્રુડતેલ ખરીદે છે તેથી રશિયાને યુક્રેન યુદ્ધ લડવામાં જરૂરી નાણા મળી રહે છે તેવા દાવા સાથે અમેરિકાએ ભારત પર વધારાના 25% ટેરીફ લાદયા છે અને બન્ને દેશોના સંબંધો પણ સતત વણસી રહ્યા છે. તે વચ્ચે હવે ભારત માટે રશિયન ક્રુડતેલ વધુ 3થી4 ડોલર પ્રતિ બેરલ સસ્તુ બન્યુ છે. જાણીતી વૈશ્વિક આર્થિક બાબતોની ચેનલ-મીડીયા બ્લુમબર્ગના રીપોર્ટ મુજબ સપ્ટેમ્બર અને ઓકટોમ્બરમાં ભારત જે રશિયન ક્રુડતેલ ખરીદશે તે અગાઉ કરતા વધુ સસ્તુ હશે. હાલમાંજ શાંધાઈ સહયોગ સંગઠનની બેઠકમાં જે રીતે રશિયા-ચીન-ભારતનું સંયુક્ત પ્રદર્શન થયું તે પછી અમેરિકા વધુ આક્રમક છે તે વચ્ચે હવે આ સમાચાર અમેરિકાનો ગુસ્સો વધારી શકે છે. અમેરિકાનો દાવો છે કે યુક્રેન યુદ્ધ પુર્વે ભારત રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદતુ ન હતું અથવા તો બહું મોટું ખરીદતું હતું. હવે કેમ ખૂબજ મોટા જથ્થામાં આ ખરીદી કરે છે! તે રશિયાને યુદ્ધનું ઈંધણ પુરુ પાડે છે. ભારતીય રીફાઈનરીમાં રશિયાની સૌથી મોટી ઓઈલ કંપની ઉરલ્સ પાસેથી ક્રુડતેલ ખરીદે તે અગાઉ 1 ડોલરનું ડિસ્કાઉન્ટ આપતી હતી તે હવે 2.50 ડોલર પ્રતિબેરલ અપાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *