જર્મન વિદેશ મંત્રીએ ભારત આવતા પહેલા નિવેદન આપીને અમેરિકાને ઝટકો આપ્યો

Spread the love

 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર સમગ્ર વિશ્વની જિયોપોલિટિક્સ બદલી નાખી છે. ટ્રમ્પ ભારતથી નારાજ છે, તેમણે 50 ટકા ટેરિફ લાદ્યો છે, આ સાથે તેમણે અન્ય દેશોને પણ ભારત પર પ્રતિબંધો લાદવાની અપીલ કરી છે. પરંતુ હવે જર્મન વિદેશ મંત્રીએ ભારત આવતા પહેલા નિવેદન આપીને અમેરિકાને ઝટકો આપ્યો છે. જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલનું કહેવું છે કે, ‘અમે ભારત સાથે મિત્રતા વધારીશું કારણ કે અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે.’ જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલ આજે (બીજી સપ્ટેમ્બર) ભારતની મુલાકાતે આવ્યા છે. તે બેંગલુ જશે અને ISROની મુલાકાત લેશે. ત્યારબાદ નવી દિલ્હી પહોંચી અને ભારતના વિદેશ મંત્રી સહિત ઘણાં નેતાઓને મળવાના છે. જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલે `X’ પર લખ્યું કે, `ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મુખ્ય ભાગીદાર છે. અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે. સુરક્ષા સહયોગથી લઈને નવી તકનીકો અને ટેકનોલોજી અને કુશળ કામદારોની ભરતી સુધી, અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરવાની અપાર સંભાવનાઓ છે. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ અને સૌથી મોટા લોકશાહી તરીકે, ભારતનો અવાજ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની બહાર પણ સાંભળવામાં આવે છે.’ જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલે `X’ પર લખ્યું કે, `ભારત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લોકશાહી હોવાને કારણે અમે ભાગીદાર છીએ. મહત્ત્વપૂર્ણ ભૂ-રાજકીય પડકારોનો સામનો કરીને, અમે સાથે મળીને નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવી રાખી છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *