આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મળ્યા જામીન! આ શરતોનું કરવું પડશે પાલન

Spread the love

 

2 મહિના અને 3 દિવસના જેલવાસ બાદ આખરે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુક્ત થશે. ગુજરાત હાઈકોર્ટે તેમને વચગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે. આ જામીન તેમને ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપવા માટે મળ્યા છે.  આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 43 દિવસથી જેલમાં છે.  નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરી માં ATVT ની બેઠકમાં ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીની ઘટનાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ થઈ હતી. 5 જુલાઈના રોજ તેમને ધરપકડ કરવામાં આવી હતી. તેઓને જેલમાં બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આવી રહ્યું છે. તેથી તેમણે ચોમાસું સત્રમાં હાજરી આપવા માટે ગુજરાત હાઈકોર્ટ પાસેથી જામીન માંગ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ આર.વી.વોરા અને કિશોર જે તડવીએ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપવા માટેની મંજૂરી મંગાવાની અરજી કરતા નામદાર કોર્ટે શરતી વચગાળાના ત્રણ દિવસના જામીન મંજુર કર્યા છે.
ગુજરાત હાઈકોર્ટે સત્રમાં હાજરી આપવા માટે તેમના ત્રણ દિવસના વચગાળના જામીન મંજૂ કર્યા છે. કોર્ટે તેમને 8 થી 10 સપ્ટેમ્બર સુધી પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કર્યા છે. આ બાદ તેઓે ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે. આમ, હવે ડેડિયાપાડાના ધારાસભ્ય વિધાનસભાના સત્રમાં હાજરી આપી શકશે.  તાજેતરમાં ભાજપની ડેડિયાપાડા વિધાનસભાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના પ્રદેશના નેતાઓ અને નર્મદા જિલ્લાના નેતાઓને આ બેઠકમાં સલાહ આપી અને જણાવ્યું કે, ચૈતર વસાવા સામે કાઉન્ટર કરો. કેટલાક નેતાઓ ચૈતર વસાવાની સામે કેમ બોલતા નથી અને માત્ર હું જ બોલું છું અને વલસાડના સાંસદ ધવલ પટેલ જ બોલે છે બાકી બીજા બધા કેમ મૌન છે. લોકોના ઘરે ઘરે જઈને કહેવું પડશે ચૈતર વસાવા વિશે એને જે કૃત્યો કર્યા છે તેના વિશે જાણ કરવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *