
લાંબા સમય બાદ ફરી એક વખત પત્રકારો સમક્ષ ઉપસ્થિત થયેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેઓનું સ્વાસ્થ્ય ખરાબ હોવાની કે તેઓ મૃત્યુ પામી રહ્યા હોવાની આવી રહેલી અટકળોને ફગાવતા કહ્યું કે આ બધી અફવા છે. હું મરી રહ્યો નથી- જીવતો છું. શ્રી ટ્રમ્પે ખાસ કરીને હાલમાંજ શાંધાઈ-સહયોગ સંગઠનની બેઠક બાદ પ્રથમ વખત જાહેરમાં દેખા દીધી હતી. ટ્રમ્પે ભારત પરના 50% ટેરીફ દૂર કરાશે નહી. તેવો સ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે અમેરિકા તરફી અન્યાયી ટેરિફ માળખુ હતું. જેના કારણે ઉત્પાદન અમેરિકા બહાર જઈ રહ્યું છે પણ અમો તે પરીસ્થિતિ બદલવા જઈ રહ્યા છે. તેઓએ ભારત પર ટેરીફ મુદે આકરા પ્રહારો ચાલું જ રાખતા કહ્યું કે અમેરિકાના ઉત્પાદનો પર ભારત સૌથી ઉંચા ટેરીફ લાદે છે અને ભારત સાથે સંબંધો સારા છે પણ વ્યાપાર એક તરફી જ છે.

તેઓએ કહ્યું કે, વર્ષોથી તે એક તરફી છે. ભારત ખૂબ જ ઉંચા ટેરીફ વસુલે છે પણ અમો સતામાં આવ્યા છીએ અને હવે પાવર અમારી પાસે છે. અમો તેથી ભારત સામે વ્યાપાર કરવા માંગતા નથી. અમો તેના ટેરીફ બદલી શકીએ નહી પણ અમેરિકાની નીતિ બદલી નાખશું. ભારતના ટેરીફ અમેરિકી ઉત્પાદન ને અસર કરે છે. ટ્રમ્પે આ માટે અમેરિકી બાઈક કંપની હાર્લે ડેવિડસનનું દ્રષ્ટાંત આપતા કહ્યું કે આ કંપની અને અન્ય અમેરિકી બાઈક કંપનીઓ પર 200% ટેરીફ જે બાદમાં અમોએ મુદો ઉઠાવતા ઘટાડીને 100% કર્યો. હવે 1600 સીસી સુધીના મોટર બાઈક પર 40થી30 કરાયો છે છતા પણ ઉંચા ટેરીફ છે. તેથી હાર્લે ડેવિડસન ભારતમાં જઈને ઉત્પાદન કરે છે જેથી ઉંચા ટેરીફથી બદલી શકાય પણ હવે અમારી ટેરીફ નીતિથી કંપનીઓ અમેરિકામાં આવી ઉત્પાદન કરે છે. કાર-એઆઈ સહિતની કંપનીઓ આવી રહી છે. કારણ કે અહી કોઈ ટેરીફ નથી. અનેક કંપનીઓ અમેરિકામાં આવી રહી છે. ટ્રમ્પે દાવો કર્યો કે રશિયાએ તમને નિરાશ કર્યા છે. તેઓએ હાલની શાંધાઈ સહયોગ સંગઠનની બેઠકને નજર અંદાજ કરી હતી તો ચીન માટે કહ્યું કે આપણા કરતા ચીનને આપણી વધુ જરૂર છે.