
હૃદયના દર્દીને અગાઉથી જ જાણ થઈ જશે કે તેને હાર્ટએટેક આવશે!વૈજ્ઞાનિકોએ આવી ટેકનિક શોધી લીધી છે. જેમાં મશીન તરીકે કેમેરા અને મગજ તરીકે એઆઈ કામ કરશે. એવા દર્દીઓ કે જેમને એકવાર હૃદયરોગનો હુમલો આવ્યો છે અથવા જેમને હાર્ટએટેકની સંભાવના છે તેમના માટે આ ટેકનીક ખૂબ જ કામની છે. હાલ જે શોધ થઈ છે તેમાં ડોકટરોએ એવા દર્દીઓની લોહીની નળીમાં એક કેમેરા નાખ્યો છે. કેમેરા સતત તસ્વીરો લે છે ને એઆઈને મોકલે છે એઆઈએ ખૂબ જ ઝડપથી આ તસ્વીરો સમજી અને એલર્ટ જાહેર કર્યું હતું. જોકે કેમેરાથી આ તસ્વીરો લેવાની ટેકનીક નવી નથી પણ હજુ સુધી આ કામમાં વધુ સમય લાગતો હતો.કારણ કે તસ્વીરોની તપાસ વિશેષજ્ઞ કરતા હતા એટલે સેંકડો તસ્વીરની તપાસનું કામ સરળ નહોતુ પણ આ કામ હવે એઆઈ કરશે તે પણ ઝડપથી પ્રારંભિક પરીક્ષણો સફળ રહ્યા છે જેથી વૈજ્ઞાનિકો ખુબ જ ઉત્સાહીત છે. નેધરલેન્ડનાં રેડ બોન્ડ યુનિવર્સીટી મેડીકલ સેન્ટરનાં વૈજ્ઞાનિકોએ આ અભ્યાસ કર્યો છે. તેમણે હજારો દર્દીઓ પર કરેલ અભ્યાસ યુરોપીય હાર્ટ જર્નલમાં પ્રગટ થયો છે તેમણે દર્દીઓની નસોને મીની કેમેરા અને એઆઈથી સ્કેન કરી હતી ત્યારપછી બે વર્ષ સુધી તેને ટ્રેક કરતા રહ્યા. રેડ બોન્ડ યુનિવર્સીટી મેડીકલ સેન્ટરનાં વૈજ્ઞાનિક વોલેબર્ગ જણાવે છે કે જો આપણને ખબર હોય કે ઉચ્ચ જોખમવાળી રૂકાવટો, કયાં ભાગમાં છે તો આપણે ભવિષ્યમાં દવા તૈયાર કરવા કે નિવારક સ્ટેન્ટ લગાવવામા સક્ષમ હોઈ શકે છે. આથી દર્દીઓને ઘણો ફાયદો સમય પર જ મળી જશે.