
ગોંડલ શહેર અને તાલુકામાં ગણેશ ઉત્સવના સમાપન સમયે મૂર્તિ વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે વિસર્જનના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સુરક્ષા તથા સુવિધા માટે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દર વર્ષે વોરાકોટડા ગામ નજીક ધાબી પાસે વિસર્જન થતું હતું, પરંતુ ત્યાં ઓવરબ્રિજ બનવાને કારણે આ વર્ષે વિસર્જન માટે વોરા કોટડા રોડ પર આવેલી કાળા પાણાની ખાણ પસંદ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા SP ગુર્જરસિંહ, ગોંડલ ડિવિઝન DYSP કે.જી.ઝાલા ગોંડલ તાલુકા PI એ.ડી.પરમાર ના માર્ગદર્શન હેઠળ 2 PSIમહિલા પોલીસ, GRD જવાનો સહિત 50 જેટલા પોલીસ જવાનો વિસર્જન સ્થળે તૈનાત કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક બોડી કેમેરાથી સજ્જ છે.
ગોંડલ નગરપાલિકાના ફાયર ઓફિસર સહિત 25 જેટલા ફાયર જવાનો હાજર છે. નાની મૂર્તિઓના વિસર્જન માટે ખાસ તરાપો (ફિરિ)ં અને મોટી મૂર્તિઓ માટે ક્રેન (ભફિક્ષય) ની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થળ પર મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ જેવી કટોકટીની સેવાઓ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વિસર્જન સ્થળે ટ્રાફિક જામ ન થાય તે માટે વિશાળ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. મૂર્તિ વિસર્જન માટે ફક્ત 5 વ્યક્તિઓનેજ પ્રવેશ આપવામાં આવે છે, જેઓ મૂર્તિ ફાયર જવાનોને સોંપે છે. ફાયરના જવાનો તરાપા અને ક્રેનની મદદથી મૂર્તિઓનું વિસર્જન કરે છે.
ગોંડલ શહેરમાં આશરે 65 મોટા ગણેશ પંડાલો અને તાલુકાના 8 ગામોમાં આયોજન માટે મંજૂરી લેવાઈ છે. પાંચમા દિવસે 81 અને સાતમા દિવસે 40 ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.ગોંડલ ડેપ્યુટી કલેક્ટર રાહુલ ગમારા, તાલુકા મામલતદાર આર.બી.ડોડીયા, નગરપાલિકા ચીફ ઓફિસર એ.જે વ્યાસ, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ અને વાહન શાખાના ચેરમેન સમીરભાઈ કોટડીયા, અશોકભાઈ પીપળીયા, નગરપાલિકા ઉપ પ્રમુખ પ્રતિનીધી વૈભવભાઈ ગણાત્રા, કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, ફાયર ઓફિસર અને અન્ય પદાધિકારીઓ સહિતનું વહીવટીતંત્ર સ્થળ પર હાજર રહીને સમગ્ર વ્યવસ્થા પર નજર રાખી રહ્યું છે.