
જીએસટી સ્લેબ ટેકસમાં ક્રાંતિકારી સુધારા-રાહતનો અમલ પ્રથમ નોરતાથી થવાનો છે. કાર સહીતની મોંઘી ચીજો ખરીદનારાઓએ ખરીદી મુલત્વી રાખી છે 22 મી પછી સસ્તી કિંમતે ખરીદવાનો ઉત્સાહ છે ત્યારે વિક્રેતાઓના માથે ટેન્શન છે. વિક્રેતાઓ પાસે માત્ર કારના જ 2500 કરોડનો સ્ટોક છે સેસ બેલેન્સના રીફંડ કે કલેઈમ વિશે ચોખવટ ન હોવાથી મોટો માર પડવાની આશંકા સેવાય રહી છે. 22 મી સપ્ટેમ્બરથી જીએસટીમાં ફેરફાર સાથે કમ્પેનશેસન સેસ નીકળી જવાનો છે. ઉંચા ટેકસ સાથેનો સ્ટોક ધરાવતા વિક્રેતાઓને માર પડી શકે છે. ઉપરાંત કાર્યકારી મુડીનું દબાણ ઉભુ થઈ શકે છે. માત્ર પેસેન્જર વાહનોમાં જ કમ્પેનશેસન સેસનો મુદો લાગુ પડે છે. કોમર્સીયલ કે ટુ-વ્હીલર માટે આ સમસ્યા નથી.પેસેન્જર વાહનમાં પણ લકઝરી કાર અને એસયુવી મામલે સમસ્યા ગંભીર છે. જેમાં અનુક્રમે 20 અને 22 ટકા સેસ છે.આ વાહનોનો હિસ્સો જ 60 ટકા થઈ જાય છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસીએશને આ મુદ્દો સરકારમાં રજુ કર્યો જ છે. સંગઠનના પ્રમુખ સી.એમ.વિગ્નેશ્વરે કહ્યુ કે વિક્રેતાઓના ચોપડે રહેલા સ્ટોકની સેસ બેલેન્સ વિશે વહેલીતકે ચોખવટની જરૂર છે. વર્તમાન તબકકે વિક્રેતાઓને 2500 કરોડના સેસ નુકશાનનું જોખમ છે. ઓટોમોબાઈલ્સ ક્ષેત્રમાં મહિન્દ્ર જેવી ઓટો કંપનીઓએ રાહતરૂપ-આગોતરા કદમ ઉઠાવવાનું શરૂ કર્યુ છે.20 ઓગસ્ટથી 1 અને 3 ટકાના ન્યુનતમ સેસમાં આવતા વાહનોનાં જ બીલ બનાવશે 15,20 કે 22 ટકાના સ્લેબવાળા વાહનોના બીલ નહીં બનાવે વિક્રેતાઓનો સ્ટોક ન્યુનતમ કરવા આ કદમ ઉઠાવ્યું છે. આ મુશ્કેલી ઉકેલવા માટે ઓટો વિક્રેતાઓ સંગઠન સ્તરે સરકાર પર દબાણ ઉભૂ કરવાની તૈયારીમાં છે.હાલત એવી છે કે કમ્પેનશેસન સેસ વિશે ચોખવટ ન થાય ત્યાં સુધી કંપનીઓ વાહનોનું ડીસ્પેચ નહીં કરે, ડીમાંડ હોવા છતાં વિક્રેતાઓ ખરીદી નહિં કરે.