
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીને ભારત-ચીન પર દબાણ બનાવવાની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિની આલોચના કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભારત અને ચીન જેવી શક્તિશાળી અર્થવ્યવસ્થાઓ પર વસાહતી દોરની જેમ દબાણ બનાવવાની કોશિશ કરવી ખોટું છે. ચીનની વિજય પરેડમાં સામેલ થવા પહોંચેલા મીડીયાને વાતચીતમાં કહ્યું હતું કે ભારત અને ચીન જેવા મોટા દેશોની પોતાની રાજનીતિક વ્યવસ્થા અને કાયદા છે. પુતિને જણાવ્યું હતું કે જયારે કોઈ કહે છે કે તે આપને દંડ કરશે, તો એ દેશના નેતૃત્વે જોવું પડશે કે જેમનો ઈતિહાસ વસાહતવાદ અને સંપ્રભુતા પર હુમલાથી ભરેલો રહ્યો છે. જો કોઈ નબળાઈ દેખાડે તો તેની રાજનીતિક શાખ તરત ખતમ થઈ જશે. રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે વસાહતી યુગ હવે વીતી ગયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એ સમજવું જોઈએ કે પોતાના ભાગીદાર દેશો સાથે વાત કરતી વખતે આ પ્રકારની ભાષાનો ઉપયોગ નથી કરી શકાતો.
પુતિને હાલમાં શાંધાઈ સહયોગ સંગઠન દરમિયાન વડાપ્રધાન મોદી સાથે પોતાની ચર્ચિત લિમોઝીન રાઈડનો પણ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું- મોદીને મેં અલાસ્કામાં થયેલી ચર્ચાના બારામાં જણાવ્યું હતું.