
જિલ્લામાં બાઘમારા પ્રખંડમાં કોલસાની ખાણ સાઈટમાં મજુરોને જતી વાન ભૂસ્ખલનની ઝપટમાં આવ્યા બાદ 400 ફુટ ઉંડી ખાઈમાં ખાબકતા 6 મજુરોના મોત થયા છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મા અંબે કંપની તરફથી મજુરોને વાનમાં ખાણ ક્ષેત્રમાં લઈ જવાતા હતા. આ દરમિયાન ખાણના રસ્તામાં અચાનક ભૂસ્ખલન થતા વાન 400 ફુટ ઉંડી ખીણમાં ખાબકી હતી. ખાણમાં અનેક મજુરો ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં કેટલાક મજુરો કાટમાળમાં દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 6 મજુરોના મોત થયાના અહેવાલ છે. ઘટનાની જાણ થતા બીસીસીએલ અને જિલ્લાના પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.