અમેરિકામાં સૌથી મોટી ઇમિગ્રેશન રેડ : હ્યુન્ડાઇની ફેકટરીમાં 475 ઝબ્બે

Spread the love

 

 

ફેડરલ એજન્ટ્સ દ્વારા જ્યોર્જિયામાં આવેલા હ્યુન્ડાઈના બેટરી પ્લાન્ટની ક્નસ્ટ્રક્શન સાઈટ પર કરાયેલી રેડમાં રેકોર્ડ

475 જેટલા કથિત ઈલીગલ ઈમિગ્રન્ટ્સને 5કડવામાં આવ્યા

 

ફેડરલ એજન્ટ્સ દ્વારા જ્યોર્જિયામાં આવેલા હ્યુન્ડાઈના બેટરી પ્લાન્ટની ક્નસ્ટ્રક્શન સાઈટ પર કરાયેલી રેડમાં રેકોર્ડ 475 જેટલા કથિત ઈલીગલ ઈમિગ્રન્ટ્સને 5કડવામાં આવ્યા છે. જ્યાં રેડ કરાઈ હતી તે બેટરી પ્લાન્ટ બ્રાયન કાઉન્ટીમાં આવેલો છે. હોમલેન્ડ સિક્યોરિટી ઈન્વેસ્ટિગેશન્સે આ પ્લાન્ટમાં ઈલીગલ ઈમિગ્રન્ટ્સને કામ પર રાખવામાં આવતા હોવા ઉપરાંત અન્ય ફેડરલ ક્રાઈમ્સ પણ કરાતા હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ વોરન્ટ મેળવીને તેમાં તપાસ કરી હતી. એટલાન્ટાના સ્પેશિયલ એજન્ટ ઈન ચાર્જ સ્ટિવન શ્રાંકે વાત કરતા જણાવ્યું હતું કે અરેસ્ટ કરાયેલા લોકો અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ છે, પ્લાન્ટમાં કામ કરતા જે લોકો પાસે લીગલ સ્ટેટસ હતું તેમને ડોક્યુમેન્ટ્સ ચેક કરીને જવા દેવાયા હતા.એવી પણ ચોખવટ કરી હતી કે રેડ દરમિયાન ક્યાંય બળપ્રયોગ નહોતો કરાયો કે ના તો કોઈને ઈજા થઈ હતી. આ રેડની વધુ વિગતો થોડા સમય બાદ જાહેર કરાશે તેમ પણ તેમણે કહ્યું હતું.
જે ફેક્ટરી પર આ રેડ થઈ હતી તે સાઉથ કોરિયન કંપની LG અને હ્યુન્ડાઈનું જોઈન્ટ વેન્ચર છે, હ્યુન્ડાઈ મોટર ગ્રુપ મેટાપ્લાન્ટની બાજુમાં જ આ ફેક્ટરી બની રહી છે, તેનું કેમ્પસ ત્રણ હજાર એકર જમીન પર ફેલાયેલું છે. હ્યુન્ડાઈએ આ પ્લાન્ટમાં 7.6 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે, જેનાથી સાવાન્નાહના ગ્રામ્ય વિસ્તારની કાયાપલટ થઈ જશે તેવા દાવા કરાઈ રહ્યા છે કારણકે તેનાથી 2030 સુધીમાં 8,500 લોકોને રોજગારી મળવાની છે. આ રેડને કારણે હ્યુન્ડાઈના મેટાપ્લાન્ટના કામકાજ પર તેમજ પ્રોડક્શન ફેસિલિટી પર કોઈ અસર ના થઈ હોવાનું કંપનીના પ્રવક્તાએ જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ રેડ HL-GA બેટરી પ્લાન્ટની ક્નસ્ટ્રક્શન સાઈટ પર થઈ છે અને કંપની લો એન્ફોર્સમેન્ટ એજન્સીને પૂરો સહયોગ આપી રહી છે. જોકે, હાલ આ સાઈટ પર ક્નસ્ટ્રક્શનનું કામકાજ અટકી ગયું છે, અને કંપની વધુ કોઈ માહિતી આપવાનો ઈનકાર કરી રહી છે. ટ્રમ્પ 2.0માં વર્કસાઈટ્સ પર રેડ તો ઘણી થઈ છે પરંતુ જ્યોર્જિયામાં થયેલી આ રેડ અમેરિકાની અત્યારસુધીની સૌથી મોટી રેડ છે જેમાં 475થી વધુ લોકોને ડિટેઈન કરાયા છે. આ પહેલા ઓગસ્ટ 2019માં મિસિસિપીના સાત ચિકન પ્રોસેસિંગ પ્લાન્ટ્સમાં 680 લોકોને ડિટેઈન કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *