
ગુજરાત પોલીસ તંત્રમાં મોટા બદલાવની તૈયારીઓ હેઠળ અમદાવાદમાં ઝોન-8 DCP કચેરી ઉપરાંત નવી બોર્ડર અને મહેસાણા રેન્જ તેમજ કચ્છ-મોરબી રેન્જ બનાવવાની કવાયત હાથ ધરાયાના આંતરિક સગડ મળી રહ્યા છે. ગયા વર્શષે રાજ્ય સરકારે થરાદ જિલ્લાને બનાસકાંઠામાંથી અલગ કરીને નવો થરાદ જિલ્લો જાહેર કર્યો છે. આથી કચ્છ, બનાસકાંઠા અને પાટણ બોર્ડર રેન્જમાં સમાવિષ્ટ હતા.
હવે સંભવિત નવા બદલાવ અંતર્ગત નવા બોર્ડર રેન્જ આઈજીપીની નિમણૂંક કરી બનાસકાંઠા, પાટણ, થરાદ ઉપરાંત મહેસાણાનો ઉમેરો કરી નવી મહેસાણા રેન્જ અથવા તો બોર્ડ઼ર રેન્જની હદમાં બદલાવ કરી અલગ રેન્જ આઈજીપી મૂકવામાં આવશે, આ બદલાવથી હાલ બોર્ડર રેન્જ તરીકે ઓળખાતાં કચ્છ આજીપીના હવાલા હેઠળ પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ અને તેમાં મોરબી એસ.પીનો વિસ્તાર કચ્છ અને મોરબીના દરિયાકાંઠા વિસ્તારમાં રેન્જ આઈજીપીનું સુપર વિઝન વધુ મજબૂત બની શકે છે.
એજ રીતે સરહદી વિસ્તારના થરાદ, પાટણને નવા રેન્જ આઈજીપી મળવાથી પોલીસ અને સુરક્ષાનું સુપરવિઝન વધુ મજબૂત બની શકે તેવી ગણતરી રાજ્ય સરકારની હોવાનું મનાઈ રહ્યું છે. એજ રીતે સરહદી વિસ્તાના બનાસકાંઠા, થરાદ પાટણને નવા રેન્જ આઈજીપી મળવાથી અને સુરક્ષાનું સુપરવિઝન વધુ મજબૂત બની શકે તેવી ગણતરી રાજ્ય સરકારની હોવાનું મનાઈ રહ્યું છે.
બીજો મોટો બદલાવ ગાંધીનગરમાં પોલીસ બીજો મોટો બદલાવ ગાંધીનગર પોલીસ કમિશનરેટ અમલી બનાવવાનો આવી શકે છએ. ગાંધીનગર પોલીસ કમિશનરેટને મંજૂરી અપાઈ ચૂકી છે, તો હાલમાં ગાંધીનગર એસ.પીના તાબામાં ગાંધીનગર શહેર ઉપરાંત કલોલ, માણસા, વિસ્તારના કચ્છ અને મોરબીના દરિયાકાંઠા વિસ્તારમાં રેન્જ આઈજીપીનું સુપરવિઝન વધુ મજબૂત બની શકે છે.
અમદાવાદ શહેરમાં હાલ 7 DCP છે તેમાં એકનો વધારો કરી ઝોન-8 બનાવવાના ચક્રો ગતિમાન કરાયાનું ગાંધીનગરના સૂત્રોમાંથી જાણવા મળે છે. બોપલ સહિતના વિસ્તારો અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનની હદમાં આવી ચૂક્યાં છે. અમદાવાદનો હિસ્સો જ ગણાતાં આ વિસ્તારો ઉપરાંત સોલા, સરખેજ, બોડકદેવ ઉપરાંત પશ્ચિમ અમદાવાદના નવા વિસ્તારોનો નવો ઝોન-8 ડીસીપી ઝોન બનાવવાનું વિચારણા હેઠળ છે.
કચ્છ જિલ્લામાં કાર્યરત પોલીસ કર્મચારીઓમાં 70 ટકા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છે. આ 70 ટકા કર્મચારીઓમાં પાટણ, બનાસકાંઠાવા મહિલા કર્મચારીઓની સંખ્યામહત્તમ છે. બોર્ડર રેન્જ બદલાશે તો કચ્છમાં કામ કરતાં પાટણ અને બનાસકાંઠાના પોલીસ કર્મચારીઓને આંતરિક જિલ્લા બદલી માટેની સમસ્યા ઘેરી શકે છે.