ફરજિયાત હેલ્મેટના નિર્ણય અંગે પુન: વિચારણા કરવા કોંગ્રેસની જિલ્લા કલેક્ટર સમક્ષ આંકડા-દાખલા અને દલીલો સાથે રજૂઆત
શહેરમાં અઢી વર્ષમાં અકસ્માતથી 400 લોકોના મોત, મોટાભાગના કેસોમાં ઓવર સ્પીડ અને ભારે વાહનો કારણભૂત
ટ્રાફિક પોલીસતંત્ર લોકોની સુરક્ષા માટે નહીં, દંડ વસૂલવાની મશીનરી બની ગયું, ભ્રષ્ટાચારની જડ હોવાનો કોંગ્રેસનો આરોપ
રાજકોટ શહેરમા આગામી સોમવારથી વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાતના નિયમનુ અમલીકરણ કરવામા આવનાર છે જો કે સરકારના આ નિર્ણયથી લોકોમા વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે ત્યારે હવે વિપક્ષ પણ આ બાબતે સરકારને ઘેરવામા કઈ બાકી નહીં રાખે તે નિશ્વિત છે.