એક્સ પોસ્ટ પર એક કોમ્યુનિટી પોસ્ટે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ અંગે પાકિ. પીએમ શહબાઝ શરીફના દાવાઓનો પર્દાફાશ કર્યો

Spread the love

 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક કોમ્યુનિટી પોસ્ટે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ અંગે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફના દાવાઓનો પર્દાફાશ કર્યો છે. શાહબાઝે X પર લખ્યું-“6 સપ્ટેમ્બર આપણા દેશ માટે બહાદુરી અને એકતાનું પ્રતીક છે. 60 વર્ષ પહેલાં 1965માં આપણી સેનાએ લોકો સાથે મળીને દુશ્મનના હુમલાને નિષ્ફળ બનાવ્યો અને સાબિત કર્યું કે પાકિસ્તાન એક મજબૂત રાષ્ટ્ર છે, જે પોતાનો બચાવ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. 1965નો એ અતૂટ જુસ્સો આજે પણ જીવંત છે”. આનો જવાબ આપતા, X એ લખ્યું- ભારત અને પાકિસ્તાન વચ્ચેનું 1965નું યુદ્ધ પાકિસ્તાન માટે વ્યૂહાત્મક અને પોલિટિકલ હાર હતી. કાશ્મીરમાં બળવો ઉશ્કેરવાની પાકિસ્તાનની રણનીતિને ભારતે નિષ્ફળ બનાવી દીધી અને પાકિસ્તાનને તેની રણનીતિ બદલવા મજબુર થવુ પડ્યું હતું.
ઓપરેશન સિંદૂર સામે હાલના સંઘર્ષનો ઉલ્લેખ કરતા, પાકિસ્તાની પીએમએ કહ્યું કે અમારી સેના અને લોકો બાહ્ય હુમલાઓ સામે મજબૂત દિવાલની જેમ એકજુથ થયા છે, અમે દરેક વખતે દુશ્મનના અભિમાનને કચડી નાખ્યું છે.
શાહબાઝે ભારત પર ઉશ્કેરણીનો આરોપ લગાવ્યો અને લખ્યું- પાકિસ્તાન શાંતિને પ્રોત્સાહન આપે છે. તેમ છતાં, આપણે ભારતની સતત ઉશ્કેરણી અને બદલાતા પ્રાદેશિક વાતાવરણની વાસ્તવિકતાથી અજાણ ન રહેવું જોઈએ. અમે અમારી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત અને આધુનિક બનાવવાનું ચાલુ રાખીશું. આપણે જાણીએ છીએ કે આતંકવાદ અને વિદેશી એજન્ટોનો સામનો કેવી રીતે કરવો.
ભારત કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (IIOJK) અંગે તેમણે કહ્યું કે ત્યાંના લોકો લાંબા સમયથી આતંકવાદ સહન કરી રહ્યા છે. તેમની સ્વતંત્રતા માટેની લડાઈને બળજબરીથી દબાવી શકાતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *