
માણસા શહેરમાં કલોલ રોડ પર જોગમાયા વે બ્રિજ સામે એક અજાણ્યો યુવક ચાલતો જઈ રહ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક ટ્રકના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી આ યુવકને ટક્કર મારતા તેને માથાના અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું. જે બાબતે માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
કલોલ હાઇવે રોડ પર આવેલ જોગમાયા વે બ્રિજ પાસેથી ગત શુક્રવારની રાત્રે એક યુવક ચાલતો પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક ટ્રકના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આ રાહદારીને ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ થવા પામી હતી. યુવકને થયેલ ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.