
સમય બદલાઇ રહ્યો છે, તેમ વહેવાર અને તહેવાર તથા સબંધો બદલાઇ રહ્યા છે. અમદાવાદમાં રહેતી પત્નીના લગ્ન 28 વર્ષ પહેલા થયા હતા, હાલમાં પરણાવવા જેવી બે દીકરીઓ છે, છતા પતિએ લગ્ન પહેલા તેના સંપર્કમાં રહેલી યુવતી સાથે અલગ રહેવા જતો રહ્યો છે. પતિ ખાનગી કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નોકરી કરે છે, પત્નીને ખબર પડતા અદાણી શાંતિગ્રામ પહોંચી હતી અને મહિલા બાબતે પૂછપરછ કરતા પતિએ માર માર્યો હતો. જેથી પત્નીએ અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.
મળતી માહિતી મુજબ અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા આધેડ વયના મહિલાએ તેના ખાનગી કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા પતિ અમિત દેવેન્દ્ર મુખારીયા સામે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 1997માં સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા બાદ હાલમાં બે દીકરીઓ પરણાવવાની ઉંમરની છે. ત્યારે લગ્ન પહેલા પતિએ તેની ભાવિ પત્નીને કહ્યુ હતુ કે, તેને લગ્ન પહેલા એક યુવતી સાથે સબંધ હતો, ત્યારે ભાવિ પત્નીએ તેને સ્વીકારતા કહ્યુ હતુ કે, હવે પછી સબંધ ના રાખતા.
થોડા સમયથી પતિનુ વર્તન બદલાઇ ગયુ હતુ. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી દીકરી ઘરે આવે તો પણ પતિ તેની દીકરી સાથે વાત કરતો ન હતો. જ્યારે આધેડ વયની પત્ની સાથે મારઝુડ કરીને ત્રાસ આપવાનુ શરૂ કર્યુ હતુ, પરંતુ લગ્ન જીવન ટકાવવા માટે પત્ની પતિના ત્રાસને સહન કરી રહી હતી.
જ્યારે ગત જુન મહિનામાં પતિનો જન્મ દિવસ હતો, છતા રાતે મોડા આવ્યા હતા અને સવારે પત્નીને પૂછતા લાફો મારી દીધો હતો. પતિએ પતિને કહ્યુ કે, તુ મારી સાથે મારા રૂપિયા માટે પડી રહી છે. જેથી પત્નીને નાની નોકરી શરૂ કરી દીધી હતી.
એક મહિના પહેલા પતિએ પત્નીના મોબાઇલ ઉપર મેસેજ કરતા કહ્યુ હતુ કે, હુ શાંતિ મેળવવા માટે બીજી જગ્યાએ રહેવા જાઉ છુ. ત્યારબાદ પતિએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા અને પત્નીને ખબર પડી હતી કે, પતિ અન્ય મહિલા સાથે અદાણી શાંતિગ્રામમાં રહે છે, જેથી પત્ની ત્યા પહોંચી ગઇ હતી અને પતિ સાથે મહિલા બાબતે પૂછતા હુ ગમે તે કરુ તારે શુ કહીને ઉશ્કેરાઇ જઇ ધક્કો મારી મારામારી કરી હતી.
જેથી પત્નીએ તેના પતિ સાથે અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.સમય બદલાઇ રહ્યો છે, તેમ વહેવાર અને તહેવાર તથા સબંધો બદલાઇ રહ્યા છે.
અમદાવાદમાં રહેતી પત્નીના લગ્ન 28 વર્ષ પહેલા થયા હતા, હાલમાં પરણાવવા જેવી બે દીકરીઓ છે, છતા પતિએ લગ્ન પહેલા તેના સંપર્કમાં રહેલી યુવતી સાથે અલગ રહેવા જતો રહ્યો છે.