Russia Cancer Vaccine: કેન્સર જેવી જીવલેણ બીમારી સામેની લડાઈમાં એક મોટી સફળતા મળી છે. રશિયાની કેન્સર વેક્સિન પ્રીક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ ગઈ છે અને ઉપયોગ માટે તૈયાર છે. નવી mRNA-આધારિત કેન્સર વેક્સિન 3 વર્ષના ટ્રાયલમાં સલામત અને અસરકારક હોવાની પુષ્ટિ થઈ છે. આ માહિતી રશિયાની ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજિકલ એજન્સીના હેડ વેરોનિકા સ્કોર્તસોવાર દ્વારા આપવામાં આવી છે.
આ દરમિયાન તેમણે જણાવ્યું કે, આ વેક્સિન પર ઘણા વર્ષોથી સંશોધન કરવામાં આવી રહ્યું છે અને તેનું પ્રીક્લિનિકલ ટ્રાયલ 3 વર્ષથી ચાલી રહ્યું હતું.
આ વેક્સિન કેવી રીતે કરશે કામ?
રશિયાની કેન્સર વેક્સિન mRNA ટેકનોલોજી પર આધારિત છે, જે દરેક દર્દીના RNA અનુસાર કસ્ટમાઇઝ કરવામાં આવશે. આ વેક્સિન ટ્યૂમરનું કદ ઘટાડશે અને તેના ગ્રોથને સ્લો કરે છે. સ્કોર્તસોવાર આ અંગે જણાવ્યું કે, ટ્રાયલ દરમિયાન વેક્સિનથી ટ્યૂમરને સંકોચવામાં અને તેના ગ્રોથને સ્લો કરવામાં ખૂબ સારા પરિણામો જોવા મળ્યા છે. મતલબ કે, આ વેક્સિન ટ્યૂમરનું કદ 60% થી 80% ઘટાડી શકે છે. સૌથી સારી વાત એ છે કે, વારંવાર ઉપયોગ કર્યા પછી પણ તેની અસર ઓછી થતી નથી. મતલબ કે તે ઉપયોગ માટે સંપૂર્ણપણે તૈયાર છે.
આ રંગીન ફળ છે સુપરફુડ, ડ્રેગન ફ્રુટ ખાવાથી થતા આ ફાયદા વિશે આજ સુધી નહીં જાણ્યું હોય
કયા કેન્સર પર રહેશે અસરકારક?
રશિયાની કેન્સર વેક્સિન mRNA ટેકનોલોજી પર આધારિત છે. તે ટ્યૂમરના કદને 60 થી 80% સુધી ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. જો કે, તેની અસર બધા કેન્સર પર સમાન નથી. કોલોરેક્ટલ કેન્સર આ રસીનું સૌથી પહેલું ટાર્ગેટ છે, એટલે કે, કોલોન કેન્સર પર તેનું પરીક્ષણ ખૂબ સારું રહ્યું છે. આ ઉપરાંત બ્રેન કેન્સર ગ્લિઓબ્લાસ્ટોમા અને સ્કિન કેન્સર મેલાનોમા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે.
કેટલા રૂપિયામાં મળશે વેક્સિન?
રશિયાના આરોગ્ય મંત્રાલયે આ કેન્સર રસીને એક નવા અને ખાસ નિયમ હેઠળ મંજૂરી આપી છે. તેનું કારણ એ છે કે, તે અન્ય દવાઓથી અલગ છે, તે દરેક દર્દી માટે અલગ રીતે બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ રસીના એક ડોઝની કિંમત લગભગ 300,000 રુબેલ્સ એટલે કે 2.5 લાખ રૂપિયા હોઈ શકે છે. જો કે, રશિયાની સરકારે તેને રશિયાના નાગરિકોને મફતમાં આપવાની યોજના બનાવી છે.
ખાલી પેટે ચાવો આ 1 પાંદડું, કોલેસ્ટ્રોલથી લઈને ડાયાબિટીસ સુધી બધું જ કંટ્રોલ થશે
સામાન્ય લોકોને ક્યારે મળશે વેક્સિન?
કેન્સરની વેક્સિનનું પ્રથમ માનવ પરીક્ષણ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025માં શરૂ થવાની ધારણા છે.