
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે કહ્યું કે લોકો ‘બેઝેબોલ’ને ખોટું સમજી રહ્યા છે. બેઝબોલનો અર્થ ફક્ત આંખો બંધ કરીને બેટ ફેરવવાનો નથી. આવી બાબતોએ ઇંગ્લેન્ડ ક્રિકેટનું અપમાન કર્યું છે. અમે ફક્ત ખેલાડીઓને મુક્તપણે રમવાની સ્વતંત્રતા આપી રહ્યા છીએ. ‘ફોર ધ લવ ઑફ ક્રિકેટ’ પોડકાસ્ટ સાથે વાત કરતા મેક્કુલમે કહ્યું, ‘લોકો માને છે કે બેઝબોલ એટલે આંખો બંધ કરીને બેટ ફેરવવું, વિકેટ લેવી અને પછી ગોલ્ફ રમવા જવું કે બીયર પીવા જવું. લોકોની માન્યતા સંપૂર્ણપણે ખોટી છે.’
મેક્કુલમે કહ્યું, ‘ઇંગ્લેન્ડના ખેલાડીઓ અને ટીમ માટે સખત મહેનત કરનારાઓ પ્રત્યે લોકોના ખોટા વિચારોથી મને ખૂબ જ ખરાબ લાગે છે. અમે રમત વિશે કઠોરતાથી વિચારતા નથી, અમે ક્યારેય કોઈ મેચને હળવાશથી લેતા નથી.’મેક્કુલમે આગળ કહ્યું, ‘અમારા માટે, બેઝબોલનો અર્થ ખેલાડીઓ માટે એક નવું વાતાવરણ બનાવવાનો છે. જ્યાં તેઓ મુક્તપણે રમી શકે અને પોતાના વિચારોમાં અટવાઈ ન જાય. મને પ્રતિભા દબાવવામાં આવે તે પસંદ નથી, ઇંગ્લેન્ડને તેમના યુવા ખેલાડીઓની પ્રતિભા વિશ્વની સામે આવવાની જરૂર છે.’ ખેલાડીઓને પોતાની મરજી મુજબ રમવા દેવાથી જ ટીમને પ્રગતિ કરવાની તક મળશે. બીજી બાજુ, જો ખેલાડીઓ લોકોની વાતોમાં ફસાયેલા રહેશે તો તેઓ ક્યારેય આગળ વધી શકશે નહીં.
મેક્કુલમ 2022માં ઇંગ્લેન્ડનો કેપ્ટન બન્યો 2022માં ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમને ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો હતો. ત્યારબાદ જો રૂટના સ્થાને બેન સ્ટોક્સને નવો કેપ્ટન બનાવ્યો હતો. સ્ટોક્સ અને મેક્કુલમના નેતૃત્વને ‘બેઝબોલ’ કહેવામાં આવતું હતું. જ્યાં ઇંગ્લેન્ડે બેટર્સ માટે તેમની હોમ પીચ ખૂબ જ સરળ બનાવી દીધી હતી, ત્યાં ટીમે ખૂબ જ ઝડપથી રન બનાવ્યા હતા. જોકે, આ હોવા છતાં, ટીમ ઓસ્ટ્રેલિયા અને ભારતને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હરાવી શકી ન હતી. 3 વર્ષ સુધી ટેસ્ટ કોચ રહ્યા બાદ, મેક્કુલમને જાન્યુઆરી 2025માં વ્હાઇટ બોલ ટીમનો કોચ પણ બનાવ્યો હતો. જોકે, ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. હવે ઇંગ્લિશ ટીમ તેના કોચિંગ હેઠળ 10 સપ્ટેમ્બરથી સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ રમવા જઈ રહી છે. ટીમનું આગામી લક્ષ્ય ઓસ્ટ્રેલિયામાં એશિઝ સિરીઝ જીતવાનું છે.